છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કમાન્ડો ટ્રેનિંગ સ્કૂલ સ્થાપવાની સીઆરપીએફનું આયોજન | મુંબઈ સમાચાર
નેશનલ

છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કમાન્ડો ટ્રેનિંગ સ્કૂલ સ્થાપવાની સીઆરપીએફનું આયોજન

કરરેગુટ્ટા: દેશના નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાંથી નક્સલવાદને નાબુદ કરવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. જે અંતર્ગત હવે સીઆરપીએફ છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર આવેલા કરરેગુટ્ટા હિલ્સમાં સુરક્ષા કર્મીઓ માટે કમાન્ડો ટ્રેનિંગ સ્કૂલ સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. આ સ્થળ સૌથી મોટા નક્સલ વિરોધી ઓપરેશનમાંનું એક સ્થળ હતું, જ્યાં આ વર્ષે એપ્રિલથી મે દરમિયાન 31 માઓવાદીઓ માર્યા ગયા હતા.

જોકે, આ વિસ્તારમાં ફરીથી માઓવાદી ગતિવિધીઓ પર રોક લાગે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. આ વિસ્તાર 60 કિલોમીટરના પથરાયેલો છે. તેમજ વિસ્તારમાં ગુફાઓ અને બંકરો ઉપરાંત અનેક વન્ય જીવો પણ છે. તેથી યોગ્ય સ્થળ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સીઆરપીએફના કોબ્રા કમાન્ડો યુનિટે ઓપરેશન પાર પાડ્યું

જંગલ યુદ્ધમાં નિષ્ણાત સીઆરપીએફના કોબ્રા કમાન્ડો યુનિટે છત્તીસગઢ પોલીસના સહયોગથી કરરેગુટ્ટા હિલ્સમાં ત્રણ અઠવાડિયા સુધી ચાલેલું ઓપરેશન બ્લેક ફોરેસ્ટ હાથ ધર્યું હતું. એપ્રિલથી મે દરમિયાન આ ઓપરેશનમાં એકત્રીસ માઓવાદીઓ માર્યા ગયા અને શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. આ ઓપરેશનને માઓવાદીઓ સામેનું સૌથી મોટું ઓપરેશન ગણાવવામાં આવ્યું હતું.

વિસ્તાર પર નિયંત્રણ જાળવી રાખવું પડશે

આ અંગે સીઆરપીએફના એક સિનીયર અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઓપરેશન પૂર્ણ થયા બાદ ટેકરી પર છુપાયેલા આઈઈડી અને બોમ્બને નિષ્ક્રિય કરવા માટે વિશાળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે, અને હવે અહીં સીઆરપીએફ ટ્રેનિંગ સ્કૂલ સ્થાપવાની યોજના છે. જેથી ટેકરીની સપાટી સ્વચ્છ રહે. તેમજ સુરક્ષા દળો દ્વારા વિસ્તાર પર નિયંત્રણ જાળવી રાખવું પડશે. નહિતર માઓવાદીઓ અથવા અલગ થયેલા કેડર ફરીથી એકઠા થઈ શકે છે.

આપણ વાંચો : દિલ્હીમાં જૈન દેરાસરમાં ચોરી: 40 લાખ રૂપિયાનો સોનાનો કળશ લઈ ચોર ફરાર, CCTVમાં કેદ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button