રામ મંદિરે તાજ મહેલને પાછળ છોડ્યો, નવ મહિનામાં આટલા કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી

અયોધ્યા: ગત જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશ વિદેશથી લોકો મુલાકતે આવી (Ram Mandir in Ayodhya) રહ્યા છે. જાન્યુઆરીથી અયોધ્યાની ગલીઓ સતત પ્રવાસીઓથી ઉભરાતી રહી છે. જેને કારણે ઉત્તર પ્રદેશ પ્રવાસનને વેગ મળ્યો છે. અહેવાલ મુજબ આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં 47.61 કરોડ પ્રવાસીઓ આવ્યા, જે એક રેકોર્ડ છે. આ નવ મહિના દરમિયાન રાજ્યના વિવિધ પર્યટન સ્થળોમાં અયોધ્યા ટોચ પર રહ્યું.
ઉત્તર પ્રદેશના પ્રવાસન સ્થળો:
ઉત્તર પ્રદેશ પર્યટન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 13.55 કરોડ સ્થાનિક અને 3,153 વિદેશી પ્રવાસીઓ અયોધ્યા પહોંચ્યા હતાં. પ્રવાસીઓની સંખ્યામાં આ ઉછાળાનું મુખ્ય કારણ આ વર્ષે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે.
આ સમયગાળા દરમિયાન આગ્રામાં 12.51 કરોડ પ્રવાસીઓ આવ્યા, જેમાં 11.59 કરોડ સ્થાનિક અને 92.4 લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
અયોધ્યા સિવાય અન્ય આધ્યાત્મિક સ્થળોએ પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. વારાણસીમાં 6.2 કરોડ સ્થાનિક પ્રવાસીઓ અને 1,84,000 વિદેશી પ્રવાસીઓ આવ્યા હતાં. મથુરામાં 6.8 કરોડ પ્રવાસીઓ આવ્યા, જેમાં 87,229 વિદેશીઓ સામેલ છે. કુંભ મેળા માટે પ્રખ્યાત પ્રયાગરાજની 4.8 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જ્યારે 1.18 કરોડ પ્રવાસીઓએ મિર્ઝાપુરની મુલાકાત લીધી હતી.
Also Read – સફળા એકાદશી; ભગવાન વિષ્ણુને ધરજો આ ભોગ, ઘરમાં નહિ ખૂટે અન્નધન
પ્રવાસને વેગ મળ્યો:
ઉત્તર પ્રદેશના પ્રવાસન પ્રધાન જયવીર સિંહે રાજ્યમાં પર્યટન ક્ષેત્રે આ પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, “ઉત્તર પ્રદેશે ગયા વર્ષે 48 કરોડ પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું, જે આ વર્ષે માત્ર નવ મહિનામાં એક માઈલસ્ટોન બની ગયું છે.”
પર્યટન ક્ષેત્રે ભારતનું પ્રદર્શન:
પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રે 2034 સુધીમાં 61 લાખથી વધુ નવી રોજગારીની તકો ઊભી કરવાની અપેક્ષા છે. 18મી વાર્ષિક CII ટુરિઝમ સમિટમાં કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને EY દ્વારા બહાર પાડવામાં આવેલા શ્વેતપત્ર અનુસાર, આ ક્ષેત્ર સ્થાનિક પર્યટનના બળ પર મજબૂત રીતે ઉભરી રહ્યું છે. હાલમાં ભારતના કુલ રોજગારમાં પ્રવાસન ક્ષેત્રનો ફાળો લગભગ આઠ ટકા છે.