નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Crorepati Cabinet: નવી કેબિનેટના 71માંથી 70 સભ્યો કરોડપતિ, આ પ્રધાન પાસે રૂ.5700 કરોડની સંપતી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં દેશની જનતાએ ફરી NDAના પક્ષમાં જનાદેશ આપ્યો છે, નવી કેન્દ્ર સરકાર(NDA Government)ની રચના થઈ છે. વડાપ્રધાન મોદીની આગેવાનીમાં NDA સરકારની પ્રથમ કેબિનેટ બેઠક(Cabinet)માં કેટલાક મોટા નિર્ણયો પણ જાહેર કરવામાં આવ્યા છે. નવા પ્રધાનોએ તેમના મંત્રાલયોનો હવાલો સંભાળી લીધો છે. એવામાં એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ કેબીનેટ સભ્યોની સંપતિ અંગે અહેવાલ બહાર પડ્યો છે.

ચૂંટણી દરમિયાન પણ ADRએ અનેક અહેવાલો જાહેર કર્યા હતા, હવે સરકારની રચના બાદ પણ ADRએ વધુ એક રીપોર્ટ બહાર પડ્યો છે. તાજેતરના અહેવાલ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા પ્રધાનમંડળના 71 સભ્યોમાંથી 70 સભ્યો કરોડપતિ છે અને પ્રધનોની સરેરાશ સંપત્તિ 107.94 કરોડ રૂપિયા છે. છ પ્રધાનોઓ એવા છે કે જેમની પાસે 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. પ્રધાનોએ જહેર કરેલી સંપત્તિના આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

ગ્રામીણ વિકાસ અને સંચાર મંત્રાલયના રાજ્ય પ્રધાન ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની કુલ રૂ. 5705.47 કરોડની સંપત્તિ સાથે આ યાદીમાં ટોચ પર છે. તેમની સંપત્તિમાં 5598.65 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 106.82 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.

સંચાર પ્રધાન અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ પ્રધાન જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ કુલ 424.75 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. તેમની સંપત્તિની વિગતોમાં જંગમ સંપત્તિમાં રૂ. 62.57 કરોડ અને સ્થાવર મિલકતોમાં રૂ. 362.17 કરોડનો સમાવેશ થાય છે.

હેવી ઇન્ડસ્ટ્રી પ્રધાન અને સ્ટીલ મંત્રાલયના પ્રધાન એચડી કુમારસ્વામીની કુલ સંપત્તિ 217.23 કરોડ રૂપિયા છે. તેમની સંપત્તિમાં 102.24 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 115.00 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.

રેલ્વે પ્રધાન, માહિતી અને પ્રસારણ પ્રધાન અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે કુલ રૂ. 144.12 કરોડની સંપત્તિ જાહેર કરી છે, જેમાં રૂ. 142.40 કરોડની જંગમ સંપત્તિ અને રૂ. 1.72 કરોડની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.

આયોજન મંત્રાલયના રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અને સંસ્કૃતિ મંત્રાલયના રાજ્ય પ્રધાન, રાવ ઈન્દ્રજીત સિંહની કુલ સંપત્તિ 121.54 કરોડ રૂપિયા છે. તેમની સંપત્તિમાં 39.31 કરોડ રૂપિયાની જંગમ અને 82.23 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે 110.95 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. જેમાં 89.87 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 21.09 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button