Criminal Lawsને લઇને Congress નો વિરોધ , મલ્લિકાર્જુન ખડગે કહ્યું સાંસદોને સસ્પેન્ડ કરી જબરજસ્તી પાસ થયા કાયદા

નવી દિલ્હી : દેશભરમાં આજથી અમલમાં આવેલા ત્રણ ફોજદારી કાયદાઓને(Criminal Laws) લઇને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. જેમાં કોંગ્રેસ(Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે સાંસદોને સસ્પેન્ડ કરીને ફોજદારી કાયદાઓ બળજબરીથી પસાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઇન્ડી ગઠબંધન સંસદીય પ્રણાલી પર બુલડોઝર જસ્ટિસ નહિ ચાલવા દે. કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આ દિવસોમાં પીએમ મોદી અને ભાજપના લોકો બંધારણનું સન્માન કરવાનું નાટક કરી રહ્યા છે.
ડઝનબંધ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
સોમવારથી દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા- ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલમાં આવ્યા છે. આ કાયદા ગયા વર્ષે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. જે સમયે આ કાયદાઓ સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યા હતા તે સમયે વિપક્ષી સાંસદો દ્વારા ભારે હોબાળો થયો હતો. આના પર કોંગ્રેસ અને ટીએમસી સહિત અનેક પક્ષોના ડઝનબંધ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બુલડોઝર જસ્ટિસ નહિ ચાલવા દઇએ: મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે ત્રણ કાયદા લાગુ કરવામાં આવી રહ્યા છે, તે 146 સાંસદોને સસ્પેન્ડ કરીને બળજબરીથી પસાર કરવામાં આવ્યા હતા, ભારત હવે આ ‘બુલડોઝર જસ્ટિસ’ને નહિ ચાલવા દે.