લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગુનેગાર લખવિંદરની અમેરિકાથી ધરપકડ, ભારત લવાયો | મુંબઈ સમાચાર
નેશનલ

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગુનેગાર લખવિંદરની અમેરિકાથી ધરપકડ, ભારત લવાયો

નવી દિલ્હી : કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો અને હરિયાણામાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ ગુનેગાર લખવિંદર ની અમેરિકાથી ધરપકડ કરવામાં આવી છે. જેને વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયની મદદથી સીબીઆઈને તેને દિલ્હી પરત લાવવામાં સફળતા મળી છે. લખવિંદર વિરુદ્ધ ખંડણી, ધાકધમકી, ગેરકાયદે હથિયાર રાખવા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે.

હરિયાણા પોલીસની ટીમે તેની ધરપકડ કરી

આ અંગે મળતી માહિતી મુજબ હરિયાણા પોલીસે અનેક ગુનામાં વોન્ટેડ લખવિંદર માટે ઇન્ટરપોલને જાણ કરી હતી. તેમજ ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ત્યારબાદ તેને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે.
તેમજ 25 ઓક્ટોબરના રોજ દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ હરિયાણા પોલીસની ટીમે તેની ધરપકડ કરી હતી.

130 થી વધુ ગુનેગારોનું ભારતમાં પ્રત્યાર્પણ

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે વોન્ટેડ ગુનેગારોને ટ્રેક કરવા માટે સીબીઆઈ ઇન્ટરપોલ સાથે સહયોગથી કાર્ય કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ટરપોલની મદદથી 130 થી વધુ ગુનેગારોને ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યા છે.

લોરેન્સ બિશ્નોઈ કોણ છે?

લોરેન્સ બિશ્નોઈ એક કુખ્યાત ભારતીય ગેંગસ્ટર છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નેટવર્કદિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત થી કેનેડા, અમેરિકા અને પોર્ટુગલ સુધી ફેલાયેલું છે. આ ગેંગમાં 700 થી વધુ સક્રિય શૂટર્સ હોવાની માહિતી છે. જોકે, લોરેન્સ બિશ્નોઈ હાલમાં અમદાવાદની જેલમાં છે. તેની સામે અસંખ્ય કેસોની તપાસ ચાલી રહી છે.

આપણ વાંચો:  બંગાળની ખાડીમાંથી આજે ઉદભવશે ચક્રવાત મોંથા, ત્રણ દિવસ સુધી રહેશે અસર

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button