નેશનલ

૪૦ ટકા સાંસદો સામે ફોજદારી કેસ

મહારાષ્ટ્રના ૬૫માંથી ૩૭ સાંસદ સામે નોંધાયેલા ગુના:છ અબજપતિ

નવી દિલ્હી: દેશના લોકસભા અને રાજ્યસભાના કુલ સાંસદમાંંના ૪૦ ટકા સામે ફોજદારી કેસ છે અને તેમાં પણ પચીસ ટકા સાંસદ સામે હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, મહિલા સામેના ગુના સહિતના ગંભીર કેસ છે.
મહારાષ્ટ્રના ૬૫માંથી ૩૭ એટલે કે ૫૭ ટકા સામે ફોજદારી કેસ છે, જ્યારે મહારાષ્ટ્રના ૬૫ સાંસદમાંંના છ એટલે કે નવ ટકા અબજપતિ છે.
લોકસભા અને રાજ્યસભાના સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૩૮.૩૩ કરોડ છે અને તેમાંથી ૫૩ સાંસદ એટલે કે સાત ટકા અબજપતિ હોવાનું એસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સએ જણાવ્યું હતું.
એસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વૉચ (એનઈડબ્લ્યુ)એ લોકસભા અને રાજ્યસભાની કુલ ૭૭૬ બેઠકમાંથી ૭૬૩ સાંસદે દાખલ કરેલા સોગંદનામાની ચકાસણી કરી હતી. છેલ્લી ચૂંટણી-પેટાચૂંટણી લડતા અગાઉ સાંસદો દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાંથી આ માહિતી મેળવવામાં આવી હતી. લોકસભાની ચાર તેમ જ રાજ્યસભાની એક બેઠક ખાલી છે અને રાજ્યસભાની જમ્મુ કાશ્મીરની ચાર બેઠકની વ્યાખ્યા કરવામાં નથી આવી.
દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાને કારણે લોકસભાના એક અને રાજ્યસભાના ત્રણ સાંસદના સોગંદનામાની ચકાસણી નહોતી કરી શકાઈ.
કુલ ૭૬૩ સાંસદમાંથી ૪૦ ટકા એટલે કે ૩૦૬ સાંસદો તેમની વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાયેલા હોવાની તેમ જ પચીસ ટકા એટલે કે ૧૯૪ સાંસદે તેમની વિરુદ્ધ હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાની જાહેરાત કરી હતી.
બંને ગૃહના સભ્યોમાંથી કેરળના ૨૯ સાંસદમાંથી ૨૩ (૭૯ ટકા), બિહારના ૫૬ સાંસદમાંથી ૪૧ (૭૩ ટકા), મહારાષ્ટ્રના ૬૫ સાંસદમાંથી ૩૭ (૫૭ ટકા), તેલંગણાના ૨૪ સાંસદમાંથી ૧૩ (૫૪ ટકા) અને દિલ્હીના ૧૦ સાંસદમાંથી પાંચ (૫૦ ટકા)એ તેમના વિરુદ્ધ ફોજદારી ગુના નોંધાયેલા હોવાની સોગંદનામામાં જાહેરાત કરી હોવાનું એડીઆરએ કહ્યું હતું. બિહારના
૫૬ સાંસદમાંથી ૨૮ (૫૦ ટકા), તેલંગણાના ૨૪ સાંસદમાંથી નવ (૩૮ ટકા), કેરળના ૨૦ સાંસદમાંથી ૧૦ (૩૪ ટકા), મહારાષ્ટ્રના ૬૫ સાંસદમાંથી બાવીસ (૩૪ ટકા), ઉત્તર પ્રદેશના ૧૦૮ સાંસદમાંથી ૩૭ (૩૪ ટકા)એ તેમના વિરુદ્ધ ગંભીર ગુના નોંધાયેલા હોવાની સોગંદનામામાં જાહેરાત કરી હોવાનું એડીઆરએ કહ્યું હતું.
ભાજપના ૩૮૫ સાંસદમાંથી ૧૩૯ (૩૬ ટકા), કૉંગ્રેસના ૮૧ સાંસદમાંથી ૪૩ (૫૩ ટકા), ટીએમસીના ૩૬ સાંસદમાંથી ૧૪ (૩૯ ટકા), રાજદના છ સાંસદમાંથી પાંચ (૮૩ ટકા), મ્ાાર્ક્સવાદી પક્ષના આઠ સાંસદમાંથી છ (૭૫ ટકા), ‘આપ’ના ૧૧ સાંસદમાંથી ત્રણ (૨૭ ટકા), વાયએસઆરસીપીના ૩૧ સાંસદમાંથી ૧૩ (૪૨ ટકા), એનસીપીના આઠ સાંસદમાંથી ત્રણ (૩૮) ટકાએ તેમના વિરુદ્ધ ફોજદારી ગુના નોંધાયેલા હોવાનીં સોગંદનામામાં જાહેરાત કરી હોવાનું એડીઆરએ કહ્યું હતું.
ભાજપના ૩૮૫ સાંસદમાંથી ૯૮ (પચીસ ટકા), કૉંગ્રેસના ૮૧ સાંસદમાંથી ૨૬ (૩૨ ટકા), ટીએમસીના ૩૬ સાંસદમાંથી સાત (૧૯ ટકા), રાજદના છ સાંસદમાંથી ત્રણ (૫૦ ટકા), માર્ક્સવાદી પક્ષના આઠ સાંસદમાંથી બે (પચીસ ટકા), ‘આપ’ના ૧૧ સાંસદમાંથી એક (નવ ટકા), વાયએસઆરસીપીના ૩૧ સાંસદમાંથી ૧૧ (૩૫ ટકા) અને એનસીપીના આઠ સાંસદમાંથી બે (પચીસ ટકા)એ તેમના વિરુદ્ધ ગંભીર ગુના નોંધાયેલા હોવાની સોગંદનામામાં જાહેરાત કરી હોવાનું એડીઆરએ કહ્યું હતું.
૧૧ વર્તમાન સાંસદે તેમની વિરુદ્ધ હત્યા (આઈપીસી કલમ-૩૦૨) સંબંધિત કેસ, ૩૨ સાંસદે હત્યાના પ્રયાસ (આઈપીસી કલમ-૩૦૭), ૩૧ સાંસદે તેમની સામે મહિલાઓ વિરુદ્ધના ગુના નોંધાયેલો હોવાની સોગંદનામામાં જાહેરાત કરી હોવાનું એડીઆરએ કહ્યું હતું.
સૌથી વધુ સંપત્તિ ધરાવવાને મામલે તેલંગણા (૨૪ સાંસદ) મોખરે રહ્યું હતું. તેલંગણાના આ સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૨૬૨.૨૬ કરોડ હોવાનું જાણવા મળ્યું હતું. સરેરાશ રૂ. ૧૫૦.૭૬ કરોડની સંપત્તિ સાથે આંધ્ર પ્રદેશના ૩૬ સાંસદ, રૂ. ૮૮.૯૪ કરોડની સરેરાશ સંપત્તિ સાથે પંજાબના ૨૦ સાંસદ આ યાદીમાં ત્યાર પછીના ક્રમે રહ્યા હતા.
સરેરાશ રૂ. ૯.૩૮ લાખની સંપત્તિ સાથે લક્ષદ્વીપ (એક સાંસદ), રૂ. ૧.૦૯ કરોડની સંપત્તિ સાથે ત્રિપુરા (ત્રણ સાંસદ) અને રૂ. ૧.૧૨ કરોડની સંપત્તિ સાથે મણિપુર (ત્રણ સાંસદ) આ યાદીમાં ત્યાર પછીના ક્રમે રહ્યા હતા.
મુખ્ય પક્ષમાં ભાજપના ૩૮૫ સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૧૮.૩૧ કરોડ, કૉંગ્રેસના ૮૧ સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૩૯.૧૨ કરોડ, ટીએમસીના ૩૬ સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૮.૭૨ કરોડ, વાયએસઆરસીપીના ૩૧ સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૧૫૩.૭૬ કરોડ, ટીઆરએસના ૧૬ સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૩૮૩.૫૧ કરોડ, એનસીપીના આઠ સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૩૦.૧૧ કરોડ અને ‘આપ’ના ૧૧ સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૧૧૯.૮૪ કરોડ હોવાનું જાણવા મળ્યું હતું.
૫૩ અબજપતિ સાંસદોમાં તેલંગણાના ૨૪માંથી સાત (૨૯ ટકા), આંધ્ર પ્રદેશના ૩૬ સાંસદમાંથી નવ (પચીસ ટકા), દિલ્હીના ૧૦ સાંસદમાંથી બે (૨૦ ટકા), પંજાબના ૨૦ સાંસદમાંથી ચાર (૨૦ ટકા), ઉત્તરાખંડના આઠ સાંસદમાંથી એક (૧૩ ટકા), મહારાષ્ટ્રના ૬૫ સાંસદમાંથી છ (નવ ટકા) અને કર્ણાટકના ૩૯ સાંસદમાંથી ત્રણ (આઠ ટકા)નો સમાવેશ થાય છે. ઉપરોક્ત તમામ સાંસદની સંપત્તિ રૂ. ૧૦૦ કરોડ કે તેથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું.
ભાજપના ૩૬૫ સાંસદમાંથી ૧૪ (ચાર ટકા), કૉંગ્રેસના ૮૧ સાંસદમાંથી છ (સાત ટકા), ટીઆરએસના ૧૬ સાંસદમાંથી સાત (૪૪ ટકા), વાયએસઆરસીપીના ૩૧ સાંસદમાંથી સાત (૨૩ ટકા), ‘આપ’ના ૧૧ સાંસદમાંથી ત્રણ (૨૭ ટકા), શિરોમણી અકાલી દળના બે સાંસદમાંથી બે (૧૦૦ ટકા) અને એઆઈટીસીના ૩૬ સાંસદમાંથી એક (ત્રણ ટકા)એ તેમની પાસે રૂ. ૧૦૦ કરોડ કરતા વધુ સંપત્તિ હોવાની જાહેરાત કરી હતી.
કુલ ૭૬૩ વર્તમાન સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૨૯,૨૫૧ કરોડ હોવાનું જાણવા મળ્યું હતું.
ભાજપના ૩૮૫ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૭,૦૫૧ કરોડ, ટીઆરએસના ૧૬ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૬,૧૩૬ કરોડ, વાયએસઆરસીપીના ૩૧ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૪,૭૬૬ કરોડ, કૉંગ્રેસના ૮૧ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૩,૧૬૯ કરોડ અને ‘આપ’ના ૧૧ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૧,૩૧૮ કરોડ હોવાનું જાણવા મળ્યું હતું. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…