ડબલ મર્ડર: પ્રેમ સંબંધમાં ગુજરાતથી યુગલને યુપીમાં બોલાવી મોતને ઘાટ ઉતારાયું, જાણો વિગત

પટનાઃ બિહારના પટનાના રહેવાસી પ્રેમી યુગલને ગુજરાત બોલાવીની સોનભદ્રમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. યુવતીના મૃતદહેને હાથીનાળા અને યુવકના મૃતદેહને દુદ્ધીના જંગલામાં ફેંકવામાં આવ્યો હતો. ગુજરાતમાં મૃતકના ભાઈએ ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ આ ખુલાસો થયો હતો. યુવકના ભાઈએ યુવતીના ભાઈ પર બંનેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.
પટના જિલ્લાના નૌબતપુર પોલીસ સ્ટેશનના મોતીપુર ગામના રહેવાસી રોહિત કુમારે આરોપી લગાવ્યો કે, તેના ભાઈને ગામની જ યુવતી સાથે પ્રેમસંબંધ હતો. યુવતીના પરિવારજનોના વિરાધના કારણે બંને છ મહિના પહેલા ગુજરાત ભાગી ગયા હતા. આ દરમિયાન યુવતીના ભાઈએ તેની બહેનને ફોન કરીને લગ્ન કરાવી આપવાના બહાને મિર્ઝાપુર બોલાવી હતી.
21 સપ્ટેમ્બરે બંને ગુજરાતથી મિર્ઝાપુર જવા નીકળ્યા હતા. 23 સપ્ટેમ્બરે ત્યાં પહોંચ્યા બાદ તેમને એક કારમાં બેસાડીને સોનભદ્ર લઈ જવાયા હતા. ગાડીમાં એક અન્ય વ્યક્તિ પણ બેઠો હતો. તેણે તેના ભાઈ અને યુવતીને ગોળી મારી હતી. તેમજ મૃતદેહ જંગલમાં નાખીને ફરાર થઈ ગયો હતો.
24 સપ્ટેમ્બરે યુવતીનો મૃતદેહ હાથીનાળાના ખોખા જંગલમાં અને છ ઓક્ટોબરે યુવકનો મૃતદેહ દુદ્ધીના રજખાડીમાંતી મળ્યો હતો. રોહિતે જણાવ્યું કે, તેના ભાઈનો ફોન મળતો નહોતો, તે ગુજરાત ગયો અને ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સોનભદ્રમાં તેનો મૃતદેહ મળ્યાની સૂચના મળી હતી. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ખુલાસો કર્યો કે, યુવતીના ભાઈએ બંનેને મિર્ઝાપુર બોલાવીને તેની હત્યા કરાવી હતી.