
લખનઉ: અત્યાર સુધી તમે ક્રિકેટર્સના અભિનય યા મોડલિંગ, ડૉક્ટર, સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર વગેરે ક્ષેત્રે સાથે સંકળાયેલી યુવતીઓ સાથે લગ્ન થવાની વાત સાંભળી હશે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના યુવા કમ ધુરંધર ક્રિકેટરે એક યુવા સાંસદ સાથે સગાઈ કરી લીધી છે. આ ક્રિકેટરનું નામ રિંકુ સિંહ છે, જેમાં બંનેની જોડીને કમાલ છે, જે બંને પોત પોતાના ક્ષેત્રમાં નામ કમાવ્યું છે.
રિંકું અને પ્રિયાની સગાઈનો વીડિયો થયો વાયરલ
27 વર્ષીય ક્રિકેટર રિંકૂ સિંઘે સમાજવાદી પાર્ટીની 26 વર્ષીય યુવા સાંસદ પ્રિયા સરોજ સાથે આજે સગાઈ કરી લીધી હતી. લખનઉ સ્થિત ફાઈવ સ્ટાર હોટેલ સેંટ્રમના ફલકર્ન હોલમાં તેમની સગાઈ યોજવામાં આવી હતી. તેમની સગાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં રિંકુ સિંહ અને પ્રિયા સરોજ એકબીજાનો હાથ પકડીને હોલમાં આવતા નજરે પડે છે. આ દરમિયાન રિકુ સિંહ એક વડીલના આશીર્વાદ પણ લે છે. ત્યાર બાદ આ જોડીનું અભિવાદન કરવામાં આવે છે. ત્યારબાદ સ્ટેજ પર જઈને રિંકૂ સિંઘ પ્રિયા સરોજની આંગળીમાં એન્ગેજમેન્ટ રીંગ પહેરાવતા નજરે છે. આ વીડિયોમાં BCCIના કાર્યકારી વડા રાજીવ શુક્લા પણ જોવા મળ્યા હતા.
લોકસભાના સૌથી યુવા સાંસદ છે પ્રિયા સરોજ
સગાઈમાં અનેક વીઆઈપી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, સપાના સાંસદ જયા બચ્ચન, સાંસદ રામગોપાલ યાદવ, ઇકરા હસનનો સમાવેશ થાય છે. આ સગાઈમાં પ્રિયા સરોજનો બહું જૂનો મિત્ર કમલેશ યાદવ પણ આવ્યો હતો.
આપણ વાંચો: ચિનાબ રેલ બ્રિજ બનાવવા માટે આ મહિલાએ કરી છે 17 વર્ષ તપશ્ચર્યાઃ જાણો રિયલ સુપરવુમન વિશે
મછલીશહરની બેઠકનાં પ્રિયા સરોજ છે સાંસદ
ઉલ્લેખનીય છે કે, રિંકુ સિંહ નવી પેઢીના હોનહાર ક્રિકેટર છે. IPLમાં સારા પર્ફોમન્સ બદલ શાહરૂખ ખાને તેને બ્લેન્ક ચેક આપી મનપસંદ લખી લેવાની ઓફર પણ આપી હતી. જ્યારે સાંસદ પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાઈને લોકસભામાં પહોંચેલા સૌથી યુવા સાંસદ છે. તેમણે 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની મલીશહર બેઠકના સાંસદ અને ભાજપના નેતા બી.પી. સરોજને 35, 850 વોટથી હરાવ્યા હતા.