નેશનલ

ગોવાના પ્રવાસન પર કોવિડની હજુ પણ અસર, વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો

નવી દિલ્હી: કોરોના પાનડેમિકને દેશમાં વિદેશી પ્રવાસીની સંખ્યામાં નોંધપાત્ર ધટાડો નોંધાયો હતો, પાન ડેમિક ખતમ થયા બાદ પણ પહેલા જેટલા વિદેશી પ્રવાસીઓ ગોવા નથી આવી રહ્યા. આ વર્ષના પ્રથમ સાત મહિનામાં 2.81 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓએ ગોવાની મુલાકાત લીધી હતી. વર્ષ 2018 અને 2019માં વાર્ષિક 9 લાખથી વધુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ગોવાની મુલાકાત લેતા હતા.

જોકે આ વર્ષે વર્ષ 2021ની સરખામણીમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. વર્ષ 2021માં 22,000 વિદેશી પ્રવાસીઓએ ગોવાની મુલાકાત લીધી હતી. પ્રવાસન મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. દક્ષિણ ગોવાના સાંસદ ફ્રાન્સિસ્કો સાર્દિન્હાએ લોકસભામાં લેખિત પ્રશ્નના પૂછ્યો હતો.

વર્ષ 2018માં 9.34 લાખ વિદેશી પ્રવાસીઓએ ગોવાની મુલાકાત લીધી હતી, ત્યારબાદ 2019માં 9.37 લાખ વિદેશીઓ ગોવા આવ્યા હતા. 2020 માં 3.03 લાખ વિદેશી પ્રવાસીઓ ગોવાની મુલાકાતે આવ્યા હતા. 2021 માં,જ્યારે કોરોનાવાયરસની બીજી વેવને કારણે કોવિડના કેસોમાં ભારે ઉછાળો આવ્યો, ત્યારે માત્ર 22,000 વિદેશી પ્રવાસીઓએ ગોવાની મુલાકાત લીધી હતી. 2022માં આ સંખ્યા વધીને 1.75 લાખ થઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર 2022માં 70 લાખથી વધુ સ્થાનિક પ્રવાસીઓએ ગોવાની મુલાકાત લીધી હતી, જે 2018ની સરખામણીમાં નજીવી રીતે ઓછી હતી, 2018માં દેશભરમાંથી 70.8 લાખ સ્થાનિક પ્રવાસીઓએ રાજ્યની મુલાકાત લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button