ભારતમાં એક્ટિવ કોવિડ-19 કેસ વધીને 6,000ને પાર, છેલ્લા 24 કલાકમાં આટલા મોત

નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસો ભારતમાં કોવિડ-19 ના એક્ટિવ કેસોની સંખ્યા સતત (Rise in Covid-19 cases in India) વધી રહી છે, જેને કારણે લોકોમાં ચિંતા વધી રહી છે. આજે રવિવારે સવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) ના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કેસનાના નવા 378 કેસ નોંધાયા છે, આ સાથે ભારતમાં એક્ટિવ કોવિડ-19 કેસની સંખ્યા 6,000 ને વટાવી ગઈ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હાલ ભારતમાં કુલ 6,133 એક્ટિવ કેસ છે.
મંત્રાલયે આપેલી જાણકારી મુજબ સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં છે, ત્યારબાદ ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.
મંત્રાલયે જણાવ્યું કે શનિવારે ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં 378નો વધારો થયો છે, હવે કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 6,133 થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 753 લોકો સાજા થયા છે અથવા તેમને રજા આપવામાં આવી છે.
24 કલાકમાં આટલા મોત:
કોવિડ-19ને કારણે 24 કલાકમાં છ લોકોને મોત થયા છે. મંત્રાલયના આંકડા મુજબ કર્ણાટકમાં બે, કેરળમાં ત્રણ અને તમિલનાડુમાં એક મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં કેરળ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને દિલ્હીમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. કેરળમાં 144 નવા કોવિડ કેસ નોંધાયા છે, ગુજરાતમાં 105, પશ્ચિમ બંગાળમાં 71, ગુજરાતમાં 24 અને દિલ્હીમાં 21 કેસ નોંધાયા છે. ભારતમાં સૌથી વધુ કુલ એક્ટિવ કેસ કેરળમાં છે, કેરળમાં 1,950 એક્ટિવ કેસ છે.
આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ને કારણે 65 લોકોના મોત થયા છે.
ગુજરાતની સ્થિતિ:
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 105 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 822 થઈ ગઈ છે.
24 કલાકમાં ગુજરાતની તમામ હોસ્પિટલોમાંથી 78 લોકો સાજા થયા હતાં.
આ પણ વાંચો - મહારાષ્ટ્રમાં કોવિડનાં 59 નવા કેસ નોંધાયા, 20 એકલા મુંબઈમાં
નેમાર કોવીડ પોઝીટીવ:
બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર નેમાર(Neymar)નો કોવિડ-19 રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગુરુવારે તેને હળવા લક્ષણો દેખાવા લાગ્યા હતાં, તરત જ ટીમ પ્રવૃત્તિઓમાંથી દૂર કરવામાં આવ્યો. મેડિકલ ટેસ્ટ બાદ તેને ઇન્ફેકશનની પુષ્ટિ થઈ હતી.