AAP સાંસદ Sanjay Singh વિરુદ્ધ અદાલતે વોરંટ ઇસ્યુ કર્યું, 29 જૂને કોર્ટમાં હાજર રહેવા આદેશ
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશની એક કોર્ટે આમ આદમી પાર્ટીના(AAP)સાંસદ સંજય સિંહ(Sanjay Singh)વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યો છે. આ વોરંટ એમપી- એમએલએ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે. કોર્ટે ઇસ્યુ કરેલા જામીનપાત્ર વોરંટમાં સંજય સિંહને 29મી જૂને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ચૂંટણી આચારસંહિતા સંબંધિત કેસમાં કોર્ટે આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે.
બિનજામીનપાત્ર વોરંટના અહેવાલો ખોટા
કોર્ટનો આદેશ આવતાની સાથે જ આપ નેતા સંજય સિંહે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે મારા વિરુદ્ધ સુલતાનપુર કોર્ટમાંથી જૂના કેસમાં જામીનપાત્ર વોરંટ છે. મીડિયામાં બિનજામીનપાત્ર વોરંટના અહેવાલો છે જે ખોટા છે. તેમણે આ ભૂલ સુધારવા જણાવ્યું છે. થોડા સમય પહેલા સંજય સિંહે દિલ્હીમાં જળ સંકટ પર ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપના લોકો દિલ્હીના લોકોનો હક હરિયાણાને આપવા માંગે છે.
આ જાહેરસભા પરવાનગી વગર યોજાઈ હતી
સુલતાનપુરના એમપી- એમએલએ કોર્ટે આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે. આ મામલો બંધુકલાન પોલીસ સ્ટેશન સાથે સંબંધિત છે.આપના વરિષ્ઠ નેતા સંજય સિંહે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષના ઉમેદવારના સમર્થનમાં પરવાનગી વગર જાહેરસભા યોજી હતી. તેમજ કારણદર્શક નોટીસ આપવામાં આવી ત્યારે તે કોર્ટમાં હાજર થયો ન હતો. MPMLA કોર્ટના સ્પેશિયલ મેજિસ્ટ્રેટ શુભમ વર્માએ આ આદેશ આપ્યા છે. કર્યા અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે સાંસદ સંજય સિંહ સુલતાનપુરના રહેવાસી છે.
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે એફઆઈઆર નોંધાવી હતી
વિશેષ સરકારી વકીલ વૈભવ પાંડેના જણાવ્યા અનુસાર, 13 એપ્રિલ, 2021ના રોજ પોલીસ સ્ટેશનના વડા પ્રવીણ કુમાર સિંહે સાંસદ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. તેમના પર પરવાનગી લીધા વિના તેમની પાર્ટીની જિલ્લા પંચાયત સભ્ય સલમા બેગમની તરફેણમાં હસનપુર ગામમાં સભા યોજવાનો આરોપ છે. તેમની સભામાં 50 થી 60 વધુ લોકો હતા. સાંસદનું આ કામ કોવિડ-19 નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવ્યું હતું.