ટોપ ન્યૂઝનેશનલ

Arvind Kejriwalને કોર્ટ તરફથી ફરી રાહત, CM પદેથી હટાવવાની અરજી ફગાવી


નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પદ પરથી હટાવવાનીમાગણી કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી આપના નેતાને ફરી રાહત આપી છે.
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની અરજીને ફગાવી દીધી છે. તાજેતરમાં જ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે જેલમાં ગયા પછી પણ અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા વિરુદ્ધની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે અમે આવું ન કરી શકીએ.
અરજીકર્તાએ કહ્યું કે સીએમ કેજરીવાલ અંગત સ્વાર્થને કારણે પદ છોડી રહ્યા નથી. કેજરીવાલના જેલમાં રહેવાને કારણે ઘણા મહત્વપૂર્ણ કામો પ્રભાવિત થઈ રહ્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે જોવું એલજીના અધિકારક્ષેત્રમાં છે. કોર્ટ કોઈને પણ પદ પરથી હટાવવાનો આદેશ આપી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ યોગ્યતાનો મામલો છે, પરંતુ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની માંગ કરવાનો કોઈને કાનૂની અધિકાર નથી. દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા કેસમાં ED દ્વારા ધરપકડ બાદ કોર્ટમાં કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે આ અરજી એવા સમયે ફગાવી છે જ્યારે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. જો કે, ઘણી વખત કેજરીવાલ પોતે અને અન્ય AAP નેતાઓએ કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી પદ પર રહેશે.

તિહાડ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે ભાજપ દિલ્હીમાં સરકારને ગબડાવવા માટે મારું રાજીનામું ઈચ્છે છે, પરંતુ હું આવું થવા દઈશ નહીં. આ સમય દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, તેઓ દિલ્હી સરકારને પાડી શક્યા નથી. તેઓ અમારા ધારાસભ્યોને તોડી શક્યા નથી. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે જો હું રાજીનામું આપીશ તો મોદી સરકારને હિંમત આવશે અને તે દરેક નૉન-ભાજપ સરકારના મુખ્ય પ્રધાનને આ રીતે રંજાડશે.

આ પણ વાંચો

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button