ટોપ ન્યૂઝનેશનલ

યુવાનોની વસ્તીનો દેશ બની રહ્યો છે વૃદ્ધોનો દેશ? કેંદ્ર સરકારના અહેવાલથી વધી ચિંતા…

નવી દિલ્હી: ભારતની છાપ યુવાનોના દેશ તરીકે છે, તાજેતરના જ એક અહેવાલ અનુસાર ભારત હવે ધીમે ધીમે વૃધ્ધોનો દેશ બની રહ્યો છે. તાજેતરમાં જ કેંદ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ‘યુથ ઇન ઇન્ડિયા 2022’ રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં વૃદ્ધોની વસ્તી ઝડપથી વધી રહી છે. આ રિપોર્ટમાં અંદાજ છે કે 2036 સુધીમાં ભારતની વસ્તીમાં યુવાનોની સંખ્યા ઘટીને 22.7% થઈ જશે. ગયા વર્ષે જ યુનાઇટેડ નેશન્સે ‘ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023’ જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 2050 સુધીમાં, ભારતની વસ્તીમાં વૃધ્ધોની સંખ્યા 20.8% હશે. આ સ્થિતિમાં 2050 સુધીમાં, ભારતમાં દર 100 માંથી 21 લોકો વૃદ્ધ હશે.

આ પણ વાંચો : એડવેન્ચરમાં રસ ધરાવતા યુવાનોને સરકાર કરાવશે ફ્રી કોર્સ: જાણો સંપૂર્ણ વિગતો…

અહેવાલમાં શું વિગતો છે?

યુએનનો ઇન્ડિયા વૃદ્ધત્વ અહેવાલ 2023 અનુસાર 1961 બાદ ભારતમાં વૃદ્ધોની વસ્તી ઘટી રહી હતી. વર્ષ 2001 સુધી વૃદ્ધોની વસ્તીમાં વધારાની ગતિ ધીમી રહી હતી પરંતુ તે પછીના સમયખંડમાં તેમાં વધારો થવા લાગ્યો છે. ભારતમાં વૃદ્ધોની વસ્તી 2011-2021 વચ્ચે 35.5 ટકાના દરે વધી હતી, પરંતુ 2021 અને 2031 વચ્ચે આ દર 40 ટકાથી વધુ રહેવાની ધારણા છે.

અહેવાલ અનુસાર 1 જુલાઈ 2022 સુધીમાં દેશમાં વૃદ્ધોની વસ્તી 14.9 કરોડ હતી. તે સમયે વસ્તીમાં વૃદ્ધોનો હિસ્સો 10.5 ટકા હતો, પરંતુ 2050 સુધીમાં ભારતમાં વૃદ્ધોની સંખ્યા 34.7 કરોડ થવાનો અંદાજ છે. જો આમ થશે તો ભારતની વસ્તીના માત્ર 20.8 ટકા જ વૃદ્ધ હશે. આ સદીના અંત સુધીમાં એટલે કે 2100 સુધીમાં ભારતની 36 ટકાથી વધુની વસ્તી વૃદ્ધો હશે.

આ પણ વાંચો : ‘દેશના 1 કરોડ યુવાનોને દેશની 500 પ્રીમિયમ કંપનીઓમાં 1 વર્ષ માટે ઈંટર્નશિપ’- રાજકોટમાં ડો. માંડવિયા

દક્ષિણ ભારતમાં વૃદ્ધોની વસ્તી વધશે:

અહેવાલ અનુસાર 2021 અને 2036 વચ્ચે વૃદ્ધોની વસ્તીમાં ઝડપભેર વધારાની ધારણા છે. દક્ષિણ ભારતમાં વૃદ્ધોની વસ્તીમાં ખૂબ જ વધારો થશે, 2036 સુધીમાં દર પાંચમાંથી એક વ્યક્તિ વૃદ્ધ હશે. વર્ષ 2036 સુધીમાં ભારતની વસ્તીમાં વૃદ્ધોની હિસ્સેદારી 15 ટકા થઈ જવાની ધારણા છે. તેમાંથી દક્ષિણના રાજ્યો અને પંજાબ-હિમાચલ જેવા રાજ્યોમાં વૃદ્ધોની વસ્તી રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે અને આ તફાવત 2036 સુધીમાં વધુ વધવાની ધારણા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button