ટોપ ન્યૂઝનેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

India Heat Wave: ગરમીથી UPમાં 198ના મોત બાદ સરકાર જાગી, CM યોગીએ અધિકારીને નિર્દેશો આપ્યા

લખનઉ: કાળઝાળ ગરમીને કારણે દેશભરમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આકરી ગરમી(Heat wave)ના કારણે મોતના મોત નીપજી રહ્યા છે, ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં આ સિઝન દરમિયાન રાજ્યમાં હીટસ્ટ્રોક અને ગરમીના કારણે કુલ 198 લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં આજે યોજાનાર મતદાન માટે ચૂંટણી ફરજ પર તૈનાત 19 ચૂંટણી કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. બિહારમાં પણ 10 ચૂંટણી કર્મચારીઓએ ગરમીને કારણે જીવ ગુમાવ્યો.

એવા ઉત્તર પ્રદેશની યોગી સરકારે (CM Yogi) હીટ વેવ અંગે મહત્વની જાહેરાતો કરી છે. કોઈનું ગરમીને કારણે મૃત્યુ થાય, તો તેના પરિવારને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી આપવામાં આવશે, જો કે આ માટે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવું જરૂરી છે.

સરકારની જાહેરાત મુજબ જો હીટ વેવને કારણે કોઈનું મૃત્યુ થાય, મૃતકના પરિવારે આ બાબતની અધિકારીઓને જાણ કરવાની રહેશે અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનું રહેશે. મહેસૂલ વિભાગ પોસ્ટમોર્ટનો રિપોર્ટ ડીએમને મોકલશે. ડીએમના રિપોર્ટના આધારે આ સંબંધિત રાહત રકમ જાહેર કરવામાં આવશે.

જો ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓનું ગરમીના કારણે મૃત્યુ થાય છે, તો ભારતીય ચૂંટણી પંચના નિયમો હેઠળ તેમને 15 લાખ રૂપિયાનું વળતર આપવાની જોગવાઈ છે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓને તીવ્ર હીટવેવ વધતા પ્રકોપને કારણે સામાન્ય લોકો, પશુધન અને વન્યજીવોની સુરક્ષા માટે દરેક સ્તરે કડક વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા છે. રાહત કમિશનરની કચેરીને હવામાનની આગાહીનું દૈનિક બુલેટિન બહાર પાડવા જણાવવામાં આવ્યું છે. તેમણે અધિકારીઓને કહ્યું કે ગામ હોય કે શહેર, ક્યાંય પણ બિનજરૂરી વીજ કાપ ન હોવો જોઈએ. વધારાની વીજળી ખરીદવાની વ્યવસ્થા કરો. ટ્રાન્સફોર્મર બળી જવા, વાયર પડવા, ટ્રીપીંગ જેવી સમસ્યાઓનો વિલંબ કર્યા વગર ઉકેલ લાવવો જોઈએ. અધિકારીઓએ ફોનનો જવાબ આપવો જોઈએ, ક્યાંય વિવાદ ઊભો ન થવો જોઈએ. વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જવું જોઈએ.

મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું કે હીટ વેવથી પ્રભાવિત લોકોને હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે. શહેરોમાં પીવાના પાણીનો પુરવઠો નિયત રોસ્ટર મુજબ હોવો જોઈએ. હેન્ડપંપ કાર્યરત રાખવા જોઈએ, ગ્રામીણ પાઈપથી પીવાના પાણીની યોજનાઓ સુચારૂ રીતે ચલાવવામાં આવે. ઢોર, કૂતરા વગેરે માટે જાહેર સ્થળોએ પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવી જોઈએ. પક્ષીઓ માટે નાના વાસણોમાં પાણી અને અનાજ રાખવા અંગે સામાન્ય જનતાને જાગૃત કરો.

મુખ્ય પરધન યોગીએ કહ્યું કે તમામ મ્યુનિસિપલ સંસ્થાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં જાહેર સ્થળોએ પરબ મૂકવા જોઈએ. બજારો અને મુખ્ય માર્ગો પર વિવિધ સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. આ કાર્યમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનો પણ સહકાર લેવામાં આવે. રસ્તાઓ પર નિયમિતપણે પાણીનો છંટકાવ કરવો, પાણીની અછતથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પુરવઠો સુનિશ્ચિત કરવો, અયોધ્યા, કાશી, મથુરા વગેરે તમામ ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું.

તેમને નિર્દેશ આપ્યા કે પશુધન અને વન્ય પ્રાણીઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તમામ પ્રાણી ઉદ્યાનો અને અભયારણ્યોમાં હીટ-વેવ એક્શન પ્લાન અસરકારક રીતે અમલમાં મૂકવો. હીટ વેવના સંજોગોમાં પશુપાલકોને સુરક્ષિત રાખવા માટે વ્યવસ્થા કરવી, ગૌશાળામાં પશુધન માટે લીલા ચારા અને પાણીની યોગ્ય વ્યવસ્થા હોવી કરાવી, વરસાદની ઋતુ પહેલા પશુઓના રસીકરણની પ્રક્રિયા ચાલુ રાખો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત