હાથીઓની સૌથી વધુ વસતિ કયા દેશમાં? જાણો ભારત કયા સ્થાને છે આ યાદીમાં?

દુનિયામાં સૌથી વધુ હાથીઓની વસતિ કયા દેશમાં છે? એવો સવાલ સાંભળીને તમારા મનમાં સૌથી પહેલાં કેન્યાના સવાના કે ભારતના જંગલ એવા બે જવાબો આવશે. પરંતુ હકીકતમાં એવું નથી. પણ અફસોસ તમારા આ બંને જવાબો સદંતર ખોટા છે. આઈ નો આઈ નો હવે તમને થશે કે તો પછી આખરે કયો છે એ દેશ કે જ્યાં હાથીઓની સંખ્યા વધારે છે ભાઈસાબ? તમારા આ સવાલનો જવાબ તમને આ સ્ટોરીમાં જ મળશે. એટલું જ નહીં આ સાથે સાથે તમને અહીં દુનિયાના એવા દેશો વિશે પણ જણાવીશું જ્યાં હાથીઓની સંખ્યા સૌથી વધારે છે અને એટલું જ નહીં આ યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે…
મળતી માહિતી મુજબ દુનિયામાં સૌથી વધુ હાથીઓ ધરાવતા દેશમાં બોત્સાવાનાનું નામ એકદમ ટોપ પર છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર બોત્સવાના ખાતે હાથીઓની સંખ્યા સૌથી વધારે છે. એક અંદાજિત આંકડા પ્રમાણે આ દેશમાં 1,30,000 જેટલા હાથીઓ છે. એવું કહેવાય છે આફ્રિકામાં જોવા મળતા હાથીઓની વસતિના 75 ટકા હાથીઓ એકલા બોત્સવાના ખાતે જોવા મળે છે.
બોત્સવાના બાદ આ યાદીમાં બીજા સાથે આવે છે ઝિમ્બાવે. એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઝિમ્બાવેમાં હાથીઓની સંખ્યા 1,00,000 જેટલી છે અને તે મુખ્યત્વે હ્વાંગે નેશનલ પાર્ક અને બીજા રિઝર્વમાં જોવા મળે છે. ત્રીજા નંબરે 60,000 હાથીઓ સાથે આવે છે ટાન્ઝાનિયા. અહીંના મોટાભાગના હાથીઓ સેરેન્ગેટી, તારંગીરે, સેલોસ ગેમ રિઝર્વમાં રહે છે. આ હાથીઓ મોટા મોટા ઝૂંડમાં એક સાથે રહે છે.
વાત કરીએ કેન્યાની તો કેન્યામાં હાથીઓની વસતિ 35,500 જેટલી છે અને એમાંથી મોટાભાગના હાથીઓ મસાઈમારા અને એમ્બોસેલી નેશનલ પાર્કમાં રહે છે. કેન્યાના વિશાલ નેશનલ પાર્ક હાથીઓનું પ્રાથમિક નિવાસસ્થાન અને ટૂરિસ્ટ અટ્રેક્શન છે.
24,000 હાથીઓ સાથે દક્ષિણ આફ્રિકા આ યાદીમાં પાંચમા સ્થાને આવે છે. અહીંના મોટાભાગના હાથી ક્રુગર નેશનલ પાર્કમાં રહે છે અને દેશના ખૂહ જ સારી રીતે સુરક્ષિત નેશનલ પાર્ક અને વન્ય જીવ અભયારણ્ય હાથીઓની સુરક્ષાની ગેરન્ટી આપનારા સ્થળોમાંથી એક છે.
હવે તમને થશે ભાઈસાબ આ બધામાં આપણા ભારતનો નંબર કેટલામો છે તો તમને જાણીને નવાઈ લાગશે આ યાદીમાં ભારત 8મા સ્થાને આવે છે. ભારતમાં હાથીઓની અંદાજિત વસતિ આશરે 17,000 જેટલી છે. ભારતમાં હાથીઓનું વાઈલ્ડ લાઈફ સિવાય સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ આગવું મહત્ત્વ છે. વાઈલ્ડલાઈફ એક્ટ હેઠળ હાથીઓને સંરક્ષિત કરવામાં આવે છે.
આપણ વાંચો: મનોજ જરાંગેના આંદોલનને કારણે ચર્ચામાં આવેલા Azad Maidanના હિડન ફેક્ટ્સ જાણો છો?