નેશનલ

આ દેશો ભારતીય બાળકોને તેમના માતા-પિતા પાસેથી છીનવીને અનાથાશ્રમમાં મોકલી રહ્યા છે

શું આ મુદ્દો G 20માં ચર્ચાશે?

નવી દિલ્હી: G20માં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે. આમાં એક મુદ્દો વિદેશમાં ભારતીય બાળકોની કસ્ટડીનો પણ હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ઘણા નિવૃત્ત ન્યાયાધીશોએ મળીને જી-20માં સામેલ દેશોને આ અપીલ કરી હતી અને એક પત્ર મોકલ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે દાયકાઓથી ઘણા ભારતીય પરિવારો કામ માટે અન્ય દેશોમાં ગયા હતા. જેમાં ઘણાને નાના બાળકો છે. પરંતુ ઘણી વાર આ દેશોની બાળ સંભાળ સંસ્થાઓ કંઈ પણ જાણતા વગર ફકત એક શાકના આધારે બાળકોને છીનવી લે છે. બાળ સંભાળ સંસ્થાઓ પાસે કોઈ પુરાવા નથી હોતા તેઓ ફકત પાડોશીના એક કોલ પર બાળકોને લઇ જાય છે. ઘણીવાર તો આ સંસ્થાઓ બાળકોને સીધા સ્કૂલમાંથી પણ લઈ જાય છે

તેમાં પણ ખાસ નોર્વે, જર્મની, ફિનલેન્ડ, બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા મોટા દેશોમાં આવું થઈ રહ્યું છે. અને આ બધામાં સૌથી પરેશાનીની વાત એ છે કે બાળકોને સરકારી કસ્ટડીમાં અનાથાશ્રમમાં રાખવામાં આવે છે. આ દરમિયાન માતા પિતા સરકાર સામે પોતાના બાળકની કસ્ટડી મેળવવા માટે કેસ કરી શકે છે પરંતુ જો કેસ હારી જાય છે, તો માતાપિતા તેમના બાળકોથી કાયમ દૂર થઈ જાય છે. અને જો કેસ લાંબા સમય સુધી ચાલે તો પણ ઘણા દેશોમાં એવો નિયમ છે કે જે બાળકને 2 વર્ષથી પાલક માતા પિતા સંભાળતા હોય તે તેના માતા પિતા પાસે પરત ફરી શકતું નથી. આ મુદ્દો ઘણી વાર સરકાર દ્વારા ચર્ચાયો છે પણ કોઈ નિરાકરણ સુધી પહોંચી શકાયું નથી.

થોડા મહિના પહેલા બેબી અરિહાનો કિસ્સો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ભારતીય મૂળની આ દોઢ વર્ષની બાળકીને જર્મન બાળ સુરક્ષા અધિકારીઓએ તેના માતા-પિતાથી અલગ કરીને પહેલા પાલક ગાર્ડિયન પાસે અને પછી અનાથાશ્રમમાં રાખી છે. અધિકારીઓને શંકા છે કે બાળકીનું યૌન શોષણ થયું હતું. માતાપિતાના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, કેસમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે હવે જર્મન નિયમો અનુસાર, શક્ય છે કે બાળક કાયમ માટે તેમની પાસે જ રાખવામાં આવી શકે છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker