ભારતની સાથે 15મી ઓગસ્ટે આઝાદીનો જશ્ન મનાવે છે આ 5 દેશો, જાણો શું છે ઇતિહાસ…

આજે એટલે કે 15મી ઓગસ્ટના ભારત પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે અને દરેક ભારતીય માટે આ એક ગૌરવની ક્ષણ છે. પરંતુ શું તમને ખબર છે કે 15મી ઓગસ્ટ એ માત્ર ભારત જ નહીં પણ બીજા કેટલાક દેશો છે કે જેઓ પણ 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આ આર્ટિકલમાં આજે આપણે પાંચ એવા દેશો વિશે વાત કરીશું કે જેઓ ભારતની સાથે આઝાદીનો જશ્ન મનાવે છે. ચાલો જોઈએ કયા છે આ દેશો-
કાંગોઃ
જી હા, ભારતની જેમ જ કાંગો પણ 15મી ઓગસ્ટ, 1960માં ફ્રાન્સ પાસેથી પોતાની આઝાદી હાંસિલ કરી હતી. આફ્રિકાના આ દેશે આઝાદી માટે ખાસો સંઘર્ષ કર્યો હતો અને આખરે પોતાને એક આદર્શ દેશ જાહેર કર્યો હતો.
દક્ષિણ કોરિયાઃ
બીજા નંબરે આવે છે દક્ષિણ કોરિયા. 15મી ઓગસ્ટના દક્ષિણ કોરિયા ગ્વાંગબોકજોલની ઊજવણી કરે છે. આનો અર્થ થાય છે પ્રકાશનો પાથો ફરવાનો દિવસ. 1945માં આ જ દિવસે કોરિયાને જાપાનના કબજામાંથી મુક્તિ મળી હતી અને આ દિવસે પરેડ, કલ્ચરલ ફંક્શન અને ઐતિહાસિક સ્થળો પર વિશેષ આયોજનો કરવામાં આવે છે.
ઉત્તર કોરિયાઃ
દક્ષિણ કોરિયાની સાથે સાથે ઉત્તર કોરિયા પણ આ 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અહીં 1945માં જાપાની શાસનનો અંત આ જ દિવસે આવ્યો હતો.
લિકટેન્સ્ટીનઃ

લિકટેન્સ્ટીન યુરોપનો એક નાનકડો દેશ છે અને આ દેશ પણ 15મી ઓગસ્ટના રોજ પોતાનો રાષ્ટ્રીય દિવસ સેલિબ્રેટ કરે છે. આ દિવસે જ સંયોગથી તેમના પ્રિન્સનો પણ જન્મદિવસ છે, એટલે આ દિવસ લિકટેન્સ્ટીનના નાગરિકો માટે સોને પે સુહાગા સમાન છે.
બહેરીનઃ
બહેરીન પણ 15મી ઓગસ્ટના રોજ પોતાનો રાષ્ટ્રીય દિવસ ઉજવે છે. 1971માં બ્રિટીશ શાસનની આઝાદીના પ્રતિક સમાન છે. જોકે, બહેરીનની સ્વતંત્રતાની તારીખોને લઈને અલગ અલગ લોકવાયકાઓ સાંભળવા અને વાંચવા મળે છે.