મિઝોરમમાં મતગણતરી સોમવારે | મુંબઈ સમાચાર

મિઝોરમમાં મતગણતરી સોમવારે

નવી દિલ્હી: મિઝોરમ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી અગાઉ મુકરર કરવામાં આવેલી ત્રણ ડિસેમ્બરને બદલે એક દિવસ બાદ એટલે કે ચાર ડિસેમ્બરે કરવામાં આવશે, એમ ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું હતું.

મિઝોરમમાં વસતા બહુમતી ખ્રિસ્તી લોકો માટે ત્રણ ડિસેમ્બર રવિવારનો દિવસ મહત્ત્વનો હોવાને કારણે તેમણે કરેલી રજૂઆતને પગલે મતગણતરીનો દિવસ એક દિવસ લંબાવીને ચાર ડિસેમ્બર સોમવાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ચૂંટણી પંચે કહ્યું હતું.

ગયા મહિને જે પાંચ રાજ્ય (રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ)માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરી માટે અગાઉ ત્રણ ડિસેમ્બર મુકરર કરવામાં આવી હતી. (એજન્સી)

સંબંધિત લેખો

Back to top button