મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ બાદ કફ સિરપ ‘કોલ્ડ્રિફ’ ના વેચાણ પર પ્રતિબંધ

ભોપાલ : ભારતના મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 11 બાળકોના કફ સિરપથી મૃત્યુ બાદ આ બંને રાજય ઉપરાંત
તમિલનાડુ સરકારે કફ સિરપ ‘કોલ્ડ્રિફ’ ના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ તેને બજારમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો છે.આ કફ સિરપ તમિલનાડુની કંપની બનાવે છે. જેમાં ડાયથિલિન ગ્લાયકોલ મળી આવ્યું હતું જે એક ઝેરી પદાર્થ છે અને તેનો ઉપયોગ ગંભીર સ્વાસ્થ્ય જોખમો પેદા કરી શકે છે.
રાજ્યભરમાં કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો
મધ્યપ્રદેશમાં નવ બાળકોના મોત બાદ, સમગ્ર રાજ્યમાં કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મોહન યાદવે કડક કાર્યવાહી કરી છે અને રાજ્યભરમાં કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે. મુખ્યમંત્રીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું કે, છિંદવાડામાં કોલ્ડ્રિફ સીરપથી બાળકોના મોત ખૂબ જ દુઃખદ છે.
આ પણ વાંચો: રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા બાદ 11 બાળકોએ જીવ ગુમાવ્યો
ગુનેગારોને બક્ષવામાં નહી આવે.
તેમજ સમગ્ર મધ્યપ્રદેશમાં આ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિરપ બનાવતી કંપનીના અન્ય ઉત્પાદનોના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. સિરપ બનાવતી ફેક્ટરી કાંચીપુરમમાં છે. તેથી ઘટનાની જાણ થયા પછી રાજ્ય સરકારે તમિલનાડુ સરકારને તપાસ કરવા જણાવ્યું હતું. આજે સવારે તપાસ રિપોર્ટ મળ્યો હતો. રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ગુનેગારોને બક્ષવામાં નહી આવે.
રાજસ્થાન ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા
જયારે બીજી તરફ રાજસ્થાન સરકારે કફ સિરપ વિવાદ બાદ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. તેમજ રાજ્યના ડ્રગ કંટ્રોલર રાજારામ શર્માને સસ્પેન્ડ કર્યા છે. તેમજ જયપુર સ્થિત કાયસન ફાર્મા દ્વારા ઉત્પાદિત તમામ 19 દવાઓનું વિતરણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મૃત્યુના અહેવાલો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.