હવે સોના-ચાંદી નહીં પણ આ સાવ સસ્તી ધાતુમાં કરશો રોકાણ તો બની જશો કરોડપતિ, એક્સપર્ટે આપી સલાહ…

નવી દિલ્હીઃ સોના-ચાંદીના ભાવ હાલ ઓલ ટાઈમ હાઈ પર છે. ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ આજે વધીને 1,36,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે ગઈકાલે 1,34,170 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. વધુમાં, 22 કેરેટ સોનાનો ભાવ વધીને 1,24,810 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે, અને 18 કેરેટ સોનાનો ભાવ વધીને 1,02,120 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે. ભારતમાં આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ વધીને 2,19,100 રૂપિયા થયો છે. સોના અને ચાંદીના ભાવમાં વધારા પાછળનું કારણ ફેડ રેટ ઘટાડાની વધતી અપેક્ષાઓ તેમજ વધતો ભૂ-રાજકીય તણાવ છે. સોના-ચાંદીના વધેલા ભાવ વચ્ચે એક્સપર્ટે સાવ સસ્તી ધાતુમાં રોકાણ કરવાની સલાહ આપી છે.
તાંબાની કિંમતમાં કેમ આવશે તોતિંગ ઉછાળો
એક્સપર્ટ મુજબ તાંબાની કિંમતમાં તોતિંગ ઉછાળો આવી શકે છે. જે પાછળનું એક કારણ પણ છે. તાંબાને સામાન્ય રીતે એક સ્થિર ઔદ્યોગિક ધાતુ તરીકે જોવામાં આવે છે, પરંતુ હવે તેને આગામી મોટા વ્યાપારી સ્ત્રોત તરીકે જોવામાં આવી રહ્યું છે. તેની ઉપયોગિતા વધવાની સાથે જ તેની કિંમતોમાં ભારે ઉછાળો આવવાની શક્યતા છે.
આ કારણે પણ વધશે ભાવ
એક્સપર્ટે આ પાછળનું કારણ આપ્યું હતું કે, સપ્લાયમાં અવરોધો અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), ઇલેક્ટ્રિફિકેશન, EV (ઇલેક્ટ્રિક વ્હીકલ) અને એનર્જી ટ્રાન્ઝિશન ને કારણે વધેલી માંગથી તાંબાની કિંમતમાં મોટો ઉછાળો આવશે. આગામી ઘણા વર્ષો સુધી આ તેજી જળવાઈ રહેવાની શક્યતા છે.
એક અહેવાલ મુજબ, તાંબાના બજારમાં આ વર્ષે 1,24,000 ટન અને આગામી વર્ષે 2026માં 1,50,000 ટનની ઘટ પડવાની આશંકા છે. તાંબાની કિંમતમાં ઉછાળો આવવાનું આ જ સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત એક્સપર્ટે તાંબાના ભાવમાં આવતી તેજીને વીજળીના વપરાશમાં થઈ રહેલા માળખાગત વધારા સાથે જોડી હતી. સાથે જ વાયરિંગ, પાવર ગ્રીડ અને ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગમાં તાંબાની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.



