‘સહકાર આપવા વિનંતી…’ વિસ્તારા સંકટ વચ્ચે એર ઈન્ડિયા CEOનો કર્મચારીઓને સંદેશ
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સની ભાગીદારી હેઠળની વિસ્તારા એરલાઈન (Vistara Airline) પાયલોટની અછતને કારણે મુશ્કેલીઓનો સમાનો કરી રહી છે, નવા સેલરી સ્ટ્રક્ચરથી નાખુશ પાઈલોટ્સ એક સાથે રાજા પર ઉતરી ગયા છે. એ સમયે ટાટા જૂથની એર ઇન્ડિયા(Air India)એ સાવચેતીના પગલા લેતા કર્મચારીઓને સહાકાર આપવા અને ધીરજ રાખવા વિનંતી કરી છે
એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સન (Campbell Wilson)એ એરલાઈનના કર્મચારીઓને તાજેતરમાં લખેલા પત્રમાં, મહેનત અને સમર્પણ માટે કર્મચારીઓનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે આપ સૌએ છેલ્લા વર્ષમાં એરલાઈનની પ્રગતિમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે એ પણ જાહેરાત કરી હતી કે એન્યુઅલ અપ્રેઝલ હાલ પ્રક્રિયા હેઠળ છે અને 1 એપ્રિલથી પૂર્વવર્તી રીતે અમલમાં આવશે.
CEO કેમ્પબેલ વિલ્સને 2024-25ના પ્રથમ વિકલી લેટરમાં કર્મચારીઓને જણાવ્યું કે, “નાણાકીય વર્ષનો અંત થવાથી એન્યુઅલ અપ્રેઝલ સાયકલને અસર પહોંચી છે, પરંતુ તેના પર કામ કેટલાક સમયથી ચાલુ છે, તેમજ એન્યુઅલ ફાઈનાન્સિયલ રીઝલ્ટની ચકાસણી કરવામાં આવી રહી છે, આ મહત્વપૂર્ણ પરંતુ જરૂરી પ્રક્રિયા ચાલી રહી છે એ દરમિયાન મહેરબાની કરીને સહકાર આપવા વિનંતી.”
કેમ્પબેલ વિલ્સને આ સંદેશમાં લખ્યું છે કે કેલ્ક્યુલેશાન, રિપોર્ટિંગ, ઓડિટીંગ અને બોર્ડની મંજૂરીઓ થોડા અઠવાડિયામાં પૂર્ણ થયા પછી એરલાઇન કર્મચારીઓ સાથે સમાચાર શેર કરશે. વિલ્સને કહ્યું કે એર ઈન્ડિયાને વૈશ્વિક ભારતીય એરલાઈન બનવાવી અમારું લક્ષ્ય છે.
વધુમાં, CEO એ જણાવ્યું કે1 એપ્રિલના રોજ, અમે નવી રેવન્યુ એકાઉન્ટિંગ સિસ્ટમ લાગુ કરી છે, જે રેવન્યુ કેપ્ચર, રીકાન્સાઈલેશન, રિપોર્ટિંગ અને કંટ્રોલના ઘણા પાસાઓને સુધારશે, તેમજ ખર્ચમાં ઘટાડો કરશે અને તેના લોયલ્ટી પ્રોગ્રામ, ફ્લાઈંગ રિટર્ન્સ ને સંપૂર્ણ રિફ્રેશ કરશે.
કેમ્પબેલે જણાવ્યું કે ત્રીજા A350 એ મહત્વપૂર્ણ BOM-DEL ટ્રંક રૂટ પર સેવા શરૂ કરી છે અને બે નવા A320 કાફલામાં જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસમાં વિસ્તારા એરલાઈન્સની 100થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઇ હતી. DGCAએ ફ્લાઇટ કેન્સલેશન અને ડીલે અંગે વિસ્તારે પાસે દૈનિક રિપોર્ટ માંગ્યો હતો.
વિસ્તારાનું વર્ષ 2022 માં એર ઈન્ડિયા સાથે મર્જર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.