ભૂતપૂર્વ આર્મી ચીફના અપ્રકાશિત પુસ્તક મુદ્દે વિવાદ વકર્યો, રાહુલ ગાંધીએ કહ્યું કે નરવણે પર સંપૂર્ણ વિશ્વાસ

નવી દિલ્હી : ભારતના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના અપ્રકાશિત પુસ્તકને લઈને વિવાદ વકર્યો છે. આ મુદ્દાએ હવે રાજકીય રંગ પકડ્યો છે. જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને નરવણે પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમજ કહ્યું કે આ પુસ્તક ઓનલાઇન વેચાઇ રહ્યું છે.
મને ભૂતપૂર્વ આર્મી ચીફ પર વિશ્વાસ
દિલ્હી પોલીસે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેના અપ્રકાશિત પુસ્તક લીક થવાના સંદર્ભમાં એફઆઈઆર દાખલ કરી છે. દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે કે અપ્રકાશિત પુસ્તક કેવી રીતે લીક થયું. પેંગ્વિન ઈન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેણે પુસ્તક પ્રકાશિત કર્યું નથી. દિલ્હી પોલીસની એફઆઈઆર અને પેંગ્વિન ઈન્ડિયાના નિવેદન અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે કાં તો ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણે ખોટું બોલી રહ્યા છે અથવા પ્રકાશક, પેંગ્વિન ઈન્ડિયા ખોટું બોલી રહ્યા છે. પરંતુ મને ભૂતપૂર્વ આર્મી ચીફ પર વિશ્વાસ છે.
પેંગ્વિન કહે છે કે પુસ્તક પ્રકાશિત થયું નથી
આ ઉપરાંત રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેનું જૂનું ટ્વિટ મીડિયાને બતાવતા કહ્યું કે જનરલ નરવણેએ પોતે તેમના પુસ્તકની લિંક સોશિયલ મીડિયા પર શેર કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે હવે કાં તો નરવણે જૂઠું બોલી રહ્યા છે અથવા પુસ્તકના પ્રકાશક પેંગ્વિન બુક્સ મને નથી લાગતું કે ભૂતપૂર્વ આર્મી ચીફ જૂઠું બોલશે. પેંગ્વિન કહે છે કે પુસ્તક પ્રકાશિત થયું નથી, પરંતુ તે એમેઝોન પર ઉપલબ્ધ છે. જનરલ નરવણેએ 2023 માં પણ ટ્વિટ કર્યું હતું, જેમાં લોકોને તેમનું પુસ્તક ખરીદવા વિનંતી કરી હતી.



