દિગ્વિજય સિંહ દ્વારા ભાજપ અને આરએસએસની પ્રશંસા પર વિવાદ, સલમાન ખુર્શીદે કહ્યું મજબૂત તો ડાકુ પણ હોય છે….

નવી દિલ્હી: દેશના રાજકારણમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના નિવેદને ભારે હલચલ મચાવી દીધી છે. જેમાં હંમેશા ભાજપ અને આરએસએસ વિરુદ્ધ નિવેદનો કરતા દિગ્વિજય સિંહે ભાજપ અને સંઘના વખાણ કર્યા હતા. જેની બાદ કોંગ્રેસના નેતાઓ તેમની ટીકા કરી છે. આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે ફિલ્મ શોલેનો ઉલ્લેખ કરતા દિગ્વિજય સિંહના નિવેદનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ડાકુ પણ મજબૂત છે.
તો શું આપણે બાળકોને ડાકુ બનવાની કહેશો. તેમજ સલમાન ખુર્શીદે ભાજપ પર આક્ષેપ લગાવ્યો કે દેશની બધી સંસ્થાઓ પર કબજો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેની સામે પાર્ટી તેના છેલ્લા શ્વાસ સુધી લડતી રહેશે. તેમણે એમ પણ કહ્યું કે દિગ્વિજયની પરિભાષા અને સંદર્ભ પર વિચાર કરવાની જરૂર છે.
અમે આરએસએસનો વિરોધ કરીએ છીએ
સલમાન ખુર્શીદે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે જેણે પણ આ નિવેદન આપ્યું છે તેની પાસેથી સ્પષ્ટતા માંગવી જોઈએ. તેમણે કહ્યું છે કે ડાકુ પણ મજબૂત હોય છે તો તો શું તમે તમારા બાળકોને ડાકુ બનવાનું કહો છો. તેમજ જો કોઈ વ્યક્તિ કેટલી મજબૂત છે અને તે કઈ પરિસ્થિતિમાં છે તે અલગ બાબત છે. અમે આરએસએસની જેમ પોતાને મજબૂત બનાવવા માંગતા નથી. અમે આરએસએસનો વિરોધ કરીએ છીએ. હું દિગ્વિજય સિંહ અને રાહુલ ગાંધી સહિત બીજા બધા તેનો વિરોધ કરીએ છીએ. આપણે એવો સમાજ બનાવવા માંગીએ છીએ જેમાં આરએસએસ જેવી ખામીઓ ન હોય.
રાહુલ ગાંધીએ કહ્યું, ડરશો નહીં
આ ઉપરાંત જયારે સલમાન ખુર્શીદને પૂછવામાં આવ્યું કે શું ભાજપ અને આરએસએસ ગબ્બર જેવા છે. જે ભય ફેલાવનાર પાત્ર છે ત્યારે તેમણે કહ્યું, અમે સ્વીકારીએ છીએ કે ભય અને આતંક છે. તેમજ તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ડરશો નહીં. બંધારણીય સંસ્થાઓ પર કબજો કરવાના પ્રયાસોનો એકમાત્ર જવાબ એ છે કે આપણા છેલ્લા શ્વાસ સુધી લડવું અને ડરવું નહીં. તેમજ દિગ્વિજય સિંહના નિવેદનને શબ્દ અને સંદર્ભને સમજવાની જરૂર છે.
દિગ્વિજય સિંહ જે કંઈ કહે છે તે કોંગ્રેસના હિતમાં જ હશે
તેમણે એમ પણ કહ્યું કે દિગ્વિજય સિંહ જે કંઈ કહે છે તે કોંગ્રેસના હિતમાં જ હશે. તેઓ કોંગ્રેસના સ્તંભ છે. જો તેમણે ચોક્કસ ભાષાનો ઉપયોગ કર્યો હોય તો તેમના સંદર્ભ અને ઇરાદાને સમજવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આપણે જે પણ પગલાં લઈએ છીએ તે કોંગ્રેસને મજબૂત કરવા માટે હોવા જોઈએ. આ તેમનો સંદેશ હતો. જો આ સમજાયું નહીં તો લોકો બીજું કંઈ સમજી શકશે નહીં.
સંઘ અને ભાજપની સંગઠનાત્મક શક્તિની પ્રશંસા કરી
ઉલ્લેખનીય છે કે, દિગ્વિજય સિંહે શનિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની સંગઠનાત્મક શક્તિની પ્રશંસા કરીને રાજકીય હલચલ મચાવી દીધી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો શેર કરતા તેમણે વર્ણવ્યું કે કેવી રીતે એક પાયાના કાર્યકર તેમના નેતાઓના માર્ગદર્શનથી મુખ્યમંત્રી અને પછી વડા પ્રધાન બન્યા. તેમણે સંગઠન સ્તરે કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો, કહ્યું કે શાસક ભાજપનો સામનો કરવા અને તેને સત્તા પરથી દૂર કરવા માટે આ મહત્વપૂર્ણ છે.
આપણ વાંચો: પિતા વિવાદમાં અને પુત્ર જેલમાં: કોન્સ્ટેબલને થપ્પડ મારવી હુમાયુ કબીરના દીકરાને પડી ભારે



