Prime Minister Narendra Modiએ શુક્રવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ સભાગૃહમાં નેશનલ ક્રિએટર્સ એવોર્ડ ફંક્શનમાં ક્રિએટર્સને સન્માનિત કર્યા હતા અને આ દરમિયાન એવી ક્ષણ પણ આવી કે જ્યારે પીએ મોદી એકદમ ભાવુક થઈ ગયા. ભાવુક થઈને કંઈક એવું કર્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવ જોઈએ શું કર્યું પીએમ મોદીએ…
વાત જાણે એમ છે કે જ્યારે પીએમ મોદી દેશના કન્ટેન્ટ ક્રિએટર્સને એવોર્ડ આપીને સન્માનિત કરી રહ્યા હતા ત્યારે એ જ સમયે બેસ્ટ સ્ટોરીટેલર કેટેગરીમાં કીર્તિકા ગોવિંદાસ્વામીને સન્માનિત કરવામાં આવી. જ્યારે કીર્તિકા એવોર્ડ લેવા મંચ પર પહોંચી તો તેણે પગે પડીને પીએમ મોદીના આશિર્વાદ લેવાનો પ્રયાસ કર્યો પણ પીએમ મોદીએ તેને સમ્માનસ્વરૂપ આવું કરવાની ના પાડી અને ખુદ ગોવિંદાસ્વામીને વંદન કરવા લાગ્યા હતા.
પીએમ મોદીએ આગળ કહ્યું કે રાજકારણમાં પગે પડવાની પરંપરા બની ગઈ છે પણ જ્યારે વાત સાંસ્કૃતિક અને કળાજગતમાં પગે પડવાની આવે તો એનો આખો અર્થ જ અલગ હોય છે. હું ખૂબ જ અસહજ થઈ જાઉં છું જ્યારે કોઈ મારા પગે પડે છે અને એમાં પણ ખાસ કરીને કોઈ દીકરી… આવું કહેતાં જ પીએમ મોદી એકદમ ભાવુથ થઈ ગયા હતા અને તેમને ડુમો ભરાઈ ગયો હતો.
પીએમ મોદીની આ વાત સાંભળીને સભાગૃહમાં હાજર શ્રોતાઓએ તેમને તાળીઓના ગડગડાથી વધાવી લીધા હતા અને એમના વખાણ પણ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે પીએમ મોદી દ્વારા જે આદર અને સન્માનની ભાવના દેખાડવામાં આવી છે એના બધા વખાણ કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ભાજપે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી આનો વીડિયો શેર કર્યો છે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે કન્ટેન્ટ ક્રિએટર્સે સરકારને પણ પ્રેરણા આપી છે અને એમણે કંઈક અલગ વિચારવાની જે હિંમત કરી છે એ જોતા આખો દેશ તેમની તરફ આશાભરી નજરે જોઈ રહ્યો છે. તમારું કન્ટેટ દેશમાં પરિવર્તન લાવી રહ્યો છે. આ સિવાય પીએમ મોદીએ મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપવાની જરૂરિયાત હોવાની વાત પર પણ ભાર મૂક્યો હતો.
Taboola Feed