નૌકાદળમાં વધુ એક યુદ્ધજહાજ નિર્માણના શ્રીગણેશ, સૈન્યની તાકાતમાં થશે વધારો

નવી દિલ્હીઃ નેકસ્ટ જનરેશન મિસાઇલ વ્હીકલ (NGMV) સીરિઝના પ્રથમ યુદ્ધજહાજના નિર્માણ માટે સ્ટીલ કટિંગ સમારોહ 16 ડિસેમ્બર, 2024ના રોજ કોચીન શિપયાર્ડ લિમિટેડમાં શરૂ થયો હતો. 6 એનજીએમવીના નિર્માણ માટે કોચીન શિપપાર્ડ લિમિટેડ સાથે માર્ચ 2023માં કરાર કરવામાં આવ્યો હતો. આ યુદ્ધ જહાજને 2027થી ભારતીય નૌકાદળમાં સામેલ કરવાની યોજના છે.
અત્યાધુનિક હથિયાર અને સેન્સરથી હશે સજ્જ
આગામી પેઢીના આ યુદ્ધજહાજમાં અત્યાધુનિક હથિયાર અને સેન્સર લગાવવામાં આવશે. ભવિષ્યના યુદ્ધો માટે ભારતીય નૌકાદળની મારક ક્ષમતામાં વધારો થશે. આ જહાજોનું નિર્માણ હિન્દ મહાસાગર વિસ્તારના જટિલ દરિયાઈ વાતાવરણમાં સક્ષમ અને સશક્ત નૌસેના બનાવવાની ભારતની તાકાત દર્શાવે છે.
આ જહાજોને ઉચ્ચ ગતિ વાળી યુદ્ધજહાજના રૂપમાં બનાવાશે. જેનાથી સચોટ નિશાન સાધતી મિસાઇલ પ્રણાલી, મિસાઇલ રોધક વ્યવસ્થા, અગ્નિ નિયંત્રણ રડાર સહિત હથિયારો તથા સેંસરોની એક વિસ્તૃત શ્રુંખલા હશે. આ જહાજો માટે રક્ષા ક્ષેત્રમાં મુખ્ય ભૂમિકા ભજવતા મોટાભાગના ઉપકરણો સ્વદેશી રીતે વિકસિત કરવામાં આવ્યા છે.
આ છે મુખ્ય ખાસિયત
નેકસ્ટ જનરેશન મિસાઇલ વેસલ્સ 2200 ટન ડિસ્પ્લેસમેંટના હશે. તેમાં બ્રહ્મસોસ, એન્ટી શિપ મિસાઇલ, લેંડ એટેક મિસાઇલ તૈનાત હશે. તેના પર 80 નૌસૈનિક અને 13 અધિકારી તૈનાત રહેશે. તેની રેંજ 5200 કિમી હશે. તેના પર 32 વર્ટિકલી લૉન્ચ્ડ શોર્ટ રેન્જ સરફેસ ટુ ટાયર મિસાઇલ, 8 બ્રહ્મસોસ તેમજ 16 એન્ટી શિપ VSHORADS મિસાઇલ તૈનાત કરવાની યોજના છે.