નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

કૉંગ્રેસ સંપત્તિનો એક્સ-રે કાઢીને ‘પસંદગીના’ લોકોને વહેંચી દેશે: વડા પ્રધાન મોદી

જયપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લખવામાં આવેલા સંપત્તિના ફેરવિતરણના મુદ્દાને સ્પર્શ કરતાં મંગળવારે રાજસ્થાનના ટોંકમાં કહ્યું હતું કે કૉંગ્રેસે ધર્મના આધારે મુસ્લિમોને આરક્ષણ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે કૉંગ્રેસ ઘણું ઊંડું કાવતરું કરીને લોકોની સંપત્તિ છીનવીને તેને પસંદગીના લોકોને વિતરિત કરી નાખવા માગે છે.

આ પણ વાંચો:
મોદી પહેલા ગુજરાત આવે છે પ્રિયંકા ગાંધી,જાણો ક્યાંથી મારશે ‘એન્ટ્રી’ ?

કૉંગ્રેસ પર અત્યંત આક્રમક ટીકા કરતાં મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસના શાસનમાં પોતાના ધર્મનું પાલન કરવાનું અત્યંત મુશ્કેલ બની ગયું છે. આ પાર્ટીમાં હનુમાન ચાલીસા વાંચવી પણ ગુનો ગણવામાં આવી રહ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે હનુમાન જન્મોત્સવના દિને વડા પ્રધાન દ્વારા આ ટીકા કરવામાં આવી હતી.
ચૂંટણી રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્રમાં 2004માં જેવી કૉંગ્રેસની સરકાર બની કે તરત જ તેમની પહેલું કાર્ય આંધ્ર પ્રદેશમાં એસસી/એસટી આરક્ષણને ઘટાડીને મુસ્લિમોને આપવાનું હતું.
મોદીજી તમને ખુલ્લા હૃદયે ખાતરી આપી રહ્યા છે કે દલિતો અને પછાત આદિવાસીઓનું આરક્ષણ ક્યારેય ખતમ કરવામાં આવશે નહીં કે પછી તેમને ધર્મના નામે વહેંચી નાખવામાં આવશે નહીં, એમ તેમણે કહ્યું હતું.
બંધારણને સમજતા હોવાનું ભારપૂર્વક જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે તેઓ બંધારણને સમર્પિત છે તેમ જ તેના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પૂજા કરે છે.


આ પણ વાંચો:
મોદી વિરુદ્ધ અપશબ્દો બોલનારા અંગે કેન્દ્રીય પ્રધાને આપી દીધી ચેતવણી

સંપત્તિના ફેરવિતરણ અંગે થયેલા વિવાદ વચ્ચે વડા પ્રધાને ફરી એક વખત કૉંગ્રેસ પર લોકોની સંપત્તિ છીનવીને પસંદગીના લોકોને વહેંચી નાખવાનો આક્ષેપ કર્યો હતો.

મોદીએ કહ્યું હતું કે ત્યારના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે એક ભાષણમાં કહ્યું હતું કે દેશના સંસાધનો પર મુસ્લિમોનો પહેલો અધિકાર છે. એ કોઈ સંયોગ નહોતો. આ ફક્ત એક જ નિવેદન નથી. કૉંગ્રેસની વિચારધારા કાયમ વોટ બૅન્ક નીતિ અને તુષ્ટીકરણની રાજનીતિ રહી છે.


આ પણ વાંચો:
‘મોદીજીનું 5G મેગા કૌભાંડ…’ AAP સાંસદ સંજય સિંહના ગંભીર આરોપ, જાણો શું છે મામલો

આંધ્ર પ્રદેશમાં મુસ્લિમોને આરક્ષણ આપવાનો કૉંગ્રેસનો પાઈલટ પ્રોજેક્ટ હતો અને 2004થી 2010ની વચ્ચે ચાર વખત મુસ્લિમોને આરક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કાનૂની અવરોધો અને સુપ્રીમ કોર્ટની જાગૃતીને કારણે તેઓ પોતાના ઈરાદામાં સફળ થયા નહોતા, એમ પણ તેમણે કહ્યું હતું.

2011માં તેમણે આખા દેશમાં આવી રીતે આરક્ષણ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ એસસી, એસટી અને ઓબીસીને આપવામાં આવેલા અધિકારો છીનવીને અન્યોને આપીને પોતાની વોટ બૅન્કની રાજનીતિ કરવા માગતા હતા. કૉંગ્રેસે બંધારણ અને બાબાસાહેબ આંબેડકરની પરવા કર્યા વગર આ ઈરાદાપૂર્વક કર્યું હતું, એમ તેમણે કહ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે કર્ણાટકમાં ભાજપની સરકારને તક મળી એટલે સૌથી પહેલાં તેમણે એસસી અને એસટી પાસેથી છીનવીને મુસ્લિમોને આપવામાં આવેલી અનામત રદ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે એસસી-એસટીની અનામતની બંધારણીય મર્યાદા 2020માં પૂરી થઈ ત્યારે ભાજપની સરકારે તેને 10 વર્ષ માટે લંબાવી આપી હતી.

તેમણે કહ્યું હતું કે જ્યારે મેં તેમની સચ્ચાઈ જાહેર કરી નાખી ત્યારે બધે મને ગાળો ભાંડવામાં આવે છે. તમે નીતિ ઘડી છે અને એજન્ડા નક્કી કરી નાખ્યો છે તો એને ગુપ્ત શા માટે રાખો છો? જ્યારે તમારો ગુપ્ત એજન્ડા બહાર આવી ગયો તો હવે તમે થથરી રહ્યા છો?

તેમણે કહ્યું કે તેમના ચૂંટણી ઢંઢેરામાં જ લખ્યું છે કે તેઓ સંપત્તિનું સર્વેક્ષણ કરાવશે. તેમના એક નેતા જાહેરમાં બોલ્યા છે કે સંપત્તિનો એક્સ-રે કરવામાં આવશે. આનો અર્થ એવો થાય છે કે કોઈ વસ્તુ બોક્સમાં રાખી હોય કે દીવાલમાં સંતાડી રાખી હોય તો તેનો એક્સ-રે દ્વારા તેની તપાસ કરવામાં આવશે અને પછી તમારી બધી જ સંપત્તિને જપ્ત કરવામાં આવશે અને પછી પોતાના લોકોમાં તેને વિતરિત કરી નાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કૉંગ્રેસ પર રાજસ્થાનમાં તેમના કાર્યકાળમાં માલપુરા, કરૌલી, છાબરા, ટોંક અને જોધપુરને રમખાણોની આગમાં ધકેલી દેવાનો ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કૉંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી ગુનો બનતો હતો. રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થતો હતો. હવે ભાજપની સરકાર આવ્યા બાદ કોઈનામાં હિંમત નથી કે તમારા ધર્મ સામે વાંધો ઉઠાવે. હવે તમે હનુમાન ચાલીસા ગાઈ શકો છો અને રામ નવમીની ઉજવણી કરી શકો છો. આ છે ભાજપની ગેરેન્ટી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…