Congress એ વિધાનસભા- લોકસભા ચૂંટણી માટે શરૂ કરી તૈયારી, સંગઠનમાં મોટા પાયે ફેરફારની શક્યતા

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસનો(Congress)રાજકીય જનાધાર સતત ઘટી રહ્યો છે. જેમાં ગત વર્ષે લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો પરાજય થયો હતો. તેની બાદ પણ અનેક રાજયોમાં કોંગ્રેસ પાર્ટીનો સતત રકાશ થઈ રહ્યો છે. જેમાં હાલમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી ન હતી. જોકે, આ દરમિયાન મળતી માહિતી મુજબ કોંગ્રસે આવનારી વિધાનસભા અને લોકસભા ચૂંટણી 2029ને ધ્યાનમાં રાખીને તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફારની યોજના બનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો બનશે બ્રહ્મપુત્ર નદી પર ચીનનો ડેમ, કોંગ્રેસ સાંસદની ચેતવણી…
સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તેમના પદ પર રહેશે
જેની માટે કોંગ્રેસ પાર્ટી એક નવી ટીમ તૈયાર કરી રહી છે. આ વર્ષના અંતમાં યોજાનારી બિહાર અને આવતા વર્ષે પાંચ રાજ્યોની ચૂંટણી સમીકરણોને ધ્યાનમાં રાખીને સંગઠનમાં પણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તેમના પદ પર રહેશે.
બિહાર અને ઉત્તરાખંડ રાજ્યના પ્રમુખો બદલાય શકે છે
જ્યારે બિહાર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, તેલંગાણા અને આસામમાં પ્રભારીઓ બદલી શકાય છે. આ સાથે મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, બિહાર અને ઉત્તરાખંડ રાજ્યોના પ્રમુખો પણ બદલવામાં આવી શકે છે. પાર્ટીના પ્રભારી મોહન પ્રકાશને સંગઠનમાંથી બરતરફ કરવામાં આવી શકે છે. ગુલામ અહેમદ મીરને ઝારખંડમાંથી દૂર કરવામાં આવશે કારણ કે તેઓ કાશ્મીરમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા છે.
ભૂપેશ બઘેલને મહાસચિવ બનાવીને સંગઠનમાં લાવી શકાય
જ્યારે નવા ફેરફારમાં છત્તીસગઠના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલને મહાસચિવ બનાવીને સંગઠનમાં લાવી શકાય છે, જ્યારે મીનાક્ષી નટરાજન, સચિન રાવ, અજય કુમાર લલ્લુ, વામશી રેડ્ડી, કૃષ્ણા અલાવુરુ જેવા નેતાઓને સંગઠનમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે.
દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીને લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.