નેશનલ

મનરેગા યોજનાનું નામ બદલવા મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી, કહ્યું ગાંધીજીની વિરાસત સાથે છેડછાડ

નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર મનરેગા યોજનાને નાબૂદ કરીને નવી યોજના લાવવાની ચર્ચા ચાલી રહી છે. જેના પગલે વિપક્ષ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. આ અંગે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારની મનરેગા યોજના નાબૂદ કરી નવો કાયદો લાવવા અંગે વિરોધ દર્શાવ્યો હતો.

તેમણે સવાલ ઉઠાવ્યો કે આ યોજનામાંથી મહાત્મા ગાંધીના નામને કેમ દુર કરવામાં આવી રહ્યું છે. તેમજ તેની પાછળનો ઉદ્દેશ શું છે. આ ઉપરાંત અન્ય કોંગ્રેસ નેતા

આપણ વાચો: મોદી સરકાર મનરેગા યોજના રદ કરશે! આ નવું બિલ રજુ કરશે, રાજ્યોની ચિંતા વધશે

ગાંધીજીની વિરાસત સાથે છેડછાડ : કે.સી. વેણુગોપાલ

કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ યોજના (મનરેગા)નું નામ બદલ્યું છે. આ અંગે શુક્રવાર યોજાયેલી કેબિનેટની બેઠકમાં યોજનાનું નામ બદલીને ‘પૂજ્ય બાપૂ ગ્રામીણ વિકાસ યોજના’ કરવા અને કામના દિવસો માટે 100 થી વધારે 125નો નિર્ણય લીધો છે.

જેનો કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે પણ વિરોધ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે ગાંધીજીની વિરાસત સાથે છેડછાડ કરવામાં આવી રહી છે.

આપણ વાચો: દાહોદમાં મનરેગા યોજનામાં 71 કરોડનું કૌભાંડ! 4 કર્મચારીઓની કરાઈ ધરપકડ…

સરકાર પોતે જ ગૃહ યોગ્ય રીતે ચાલે તેમ ઇચ્છતી નથી

આ ઉપરાંત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી મનરેગા યોજનાનું ના નામ બદલવાની યોજના સામે વાંધો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, જ્યારે કોઈ યોજનાનું નામ બદલવામાં આવે છે. ત્યારે તેનો ખર્ચ થાય છે. મહાત્મા ગાંધીનું નામ કેમ દૂર કરવામાં આવી રહ્યું છે. તેનો હેતુ શું છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી એ સંસદમાં ચાલી રહેલા ગતિરોધને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

તેમણે દાવો કર્યો કે એવું લાગે છે કે સરકાર પોતે જ ગૃહ યોગ્ય રીતે ચાલે તેમ ઇચ્છતી નથી.સરકાર બિલકુલ કામ કરવા માંગતી નથી. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે વિપક્ષે પ્રદૂષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દા પર સંસદમાં ચર્ચાની માંગ કરી હતી. પરંતુ ચર્ચા કરવામાં નથી આવી રહી.

આપણ વાચો: મોદી સરકાર ‘મનરેગા’નું નામ બદલશે! આ નવા નામથી ઓળખાશે યોજના

મોદી સરકાર યોજનાઓ નામ બદલવામાં માસ્ટર

જયારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ મોદી સરકારને યોજનાઓ નામ બદલવામાં માસ્ટર ગણાવી હતી. તેમજ પ્રશ્ન કર્યો હતો કે મહાત્મા ગાંધીનું નામ કેમ દુર કરવામાં આવી રહ્યું છે. જયરામ રમેશે સ્વચ્છ ભારત અભિયાન (અગાઉ નિર્મલ ભારત) અને ઉજ્જવલા યોજના જેવા ઉદાહરણો ટાંકીને સરકાર પર રિબ્રાન્ડિંગનો આરોપ લગાવ્યો હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button