કોંગ્રેસ શાસિત રાજ્યની રાજધાનીમાં બે અઠવાડિયામાં 9 મર્ડર, પોલીસની લોકોને રાત્રે બહાર નહીં નિકળવા સલાહ

હૈદરાબાદ : દેશના કોંગ્રેસ શાસિત રાજ્ય તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ગુનાખોરીમાં વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં નવ હત્યા થઇ છે. જેના લીધે પોલીસની મુશ્કેલી વધી છે. જોકે, આ ઘટનાઓને ગંભીરતાથી લઈને ગુનાની તપાસ માટે 40 સભ્યોની ટીમ બનાવી છે. આ ઉપરાંત જે સ્થળોએ હત્યા થઇ છે તે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે.
મોડી રાત્રે ઘરની બહાર ન નિકળવા અપીલ
હૈદરાબાદમાં વધી રહેલી હત્યાઓના પગલે બાલાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુધાકરના નેતૃત્વમાં 40 પોલીસ અધિકારીઓની એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. પોલીસે શંકાસ્પદ વિસ્તારો અને વ્યક્તિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું છે. ઇન્સ્પેક્ટર સુધાકરે જનતાને અપીલ કરી છે કે જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી મોડી રાત્રે ઘરની બહાર નિકળવાનું ટાળે.
શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ શરૂ
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પોલીસ કાર્યવાહીનો એક વીડિયો વાઇરલ થયો છે.જેમાં પોલીસ અધિકારીઓ મોડી રાત્રે શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરતા અને ડ્રાઇવરોને રોકતા દેખાય છે. તેમજ પોલીસે સ્થાનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે ક્રિકેટ રમતા લોકોને વ્યવસ્થા જાળવવા માટે રોક્યા હતા.
બાલાપુરના રોહિંગ્યા કેમ્પમાં હત્યાની ઘટના
હૈદરાબાદના બાલાપુરના રોહિંગ્યા કેમ્પમાં બની હતી જ્યાં 17 ડિસેમ્બરના રોજ સવારે 1:30 વાગ્યે દારૂ પીધેલી હાલતમાં થયેલા ઝઘડા બાદ 19 વર્ષીય રોહિંગ્યા યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપીએ પીડિતાને 19 વાર છરીના ઘા મારીને હત્યા કરી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ ઘટનાને બીજા રોહિંગ્યા યુવકે પણ અંજામ આપ્યો હોવાનું માનવામાં આવે છે.આ ઉપરાત નવેમ્બરમાં વૈવાહિક વિવાદને કારણે KSR નગરમાં 37 વર્ષીય મહિલા કૃષ્ણાવેનીને તેના પતિ બ્રહ્મૈયાએ માર મારીને હત્યા કરી હતી. આ દંપતીને બે બાળકો છે.



