
તેલંગણા વિધાનસભાની યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ છ વચનો આપ્યા હતા. ખાસ કરીને જો ચૂંટણી બાદ રાજ્યમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો મહાલક્ષ્મી સ્કીમ હેઠળ મહિલાઓને દર મહિને રૂ.2500ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
તુક્કુગુડા ખાતે એક સભાને સંબોધતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે જો તેલંગણામાં કોંગ્રેસ સત્તામાં આવશે તો રાંધણ ગેસની બોટલ રૂ.500માં આપવામાં આવશે અને રાજ્યની જાહેર નિગમની બસોમાં મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે.