નેશનલ

Congress સંગઠનમાં મોટા પાયે ફેરફારની તૈયારી, નવી રણનીતિ બનાવાશે

નવી દિલ્હી : દેશમાં છેલ્લા 10 વર્ષમાં સતત ઘટી રહેલા જનાધાર વચ્ચે કોંગ્રેસ(Congress) સંગઠનમાં મોટા પાયે ફેરફારની તૈયારીમાં વ્યસ્ત છે. જેમાં અનેક રાજ્યમાં સચિવ સહિત પ્રદેશ પ્રમુખ બદલવામાં આવી રહ્યા છે. આ રાજ્યોમાં તમિલનાડુ, કેરળ, આસામ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના અનેક સેલમાં પણ બદલાવ કરવામાં આવી શકે છે.

રાહુલ ગાંધીએ જિલ્લા એકમો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાર્ટી હાઈકમાન્ડની બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિઓના પુનર્ગઠન કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્ય એકમોના સંચાલનની જવાબદારી પદાધિકારીઓને સોંપવામાં આવી હતી તેની ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ જિલ્લા એકમો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી હતી. જેમાં તેના માળખાને મજબૂત બનાવવા અને સંનિષ્ઠ કાર્યકરોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

જિલ્લા એકમોને મહત્વપૂર્ણ બનાવવામાં આવશે
સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં જિલ્લા એકમોને મહત્વપૂર્ણ બનાવી શકે છે. જેમાં ઉમેદવારની ભલામણ જિલ્લા એકમ થી શરૂ કરવામાં આવે અને પછી રાજ્ય એકમ અને પછી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીને જાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો…બસમાં પુરુષો માટે રિઝર્વ્ડ સિટ્સઃ કર્ણાટકનો આ નિર્ણય બીજા રાજ્યોમાં પણ લાગુ થઈ શકે

એઆઇસીસી તરફથી બદલાવ કરવામાં આવ્યો
કોંગ્રેસની બેઠકમાં કેટલાક લોકોએ જણાવ્યું હતું કે એઆઇસીસી તરફથી બદલાવ કરવામાં આવ્યો તે પૂર્વે વર્ષ 1960 ના દાયકામાં પાર્ટી જિલ્લાઓમાં સંગઠિત હતી. આ ઉપરાંત જિલ્લા એકમોના નેતૃત્વને રણનીતિ અને પ્રચારમાં મોટી ભૂમિકા મળી શકે છે કારણ કે પક્ષ તેમના સૂચનો પર કામ કરી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button