દિલ્હી સિવાય અન્ય ચાર કયા રાજ્યોમાં કોંગ્રેસની હાલત છે કફોડી, જાણો કયા રાજ્યો છે?
![Apart from Delhi, in which four other states is the Congress in a bad condition, know which states?](/wp-content/uploads/2025/02/rahul-priyanka.webp)
નવી દિલ્હીઃ તાજેતરમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ સમગ્ર દેશમાં ભારે ચર્ચાઓ જગાવી છે. દિલ્હીમાં સત્તાની દોર આમ આદમી પાર્ટી પાસેથી ભાજપના હાથમાં આવી છે. પરંતુ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, પરંતુ દિલ્હી એક માત્ર એવું રાજ્ય નથી કે જ્યાં કોંગ્રેસ પક્ષનો કોઈ ધારાસભ્ય ન હોય.
Also read : Mahakumbh 2025: મહાકુંભમા સોમવારે આસ્થાની ડૂબકી લગાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની બેઠકોના સમીકરણને બદલી દીધા છે, પરંતુ સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકોમાં કોઈ ફેરફાર થયો નથી. 70 વિધાનસભા બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. જોકે, દિલ્હી એકમાત્ર એવું રાજ્ય નથી જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા શૂન્ય પર છે. દેશના 4 રાજ્યોમાં કોંગ્રેસ પાસે એક પણ ધારાસભ્ય નથી. આમાં આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યોનો પણ સમાવેશ થાય છે.
આંધ્ર પ્રદેશમાં પણ શૂન્ય
આંધ્ર પ્રદેશમાં વર્ષ 2024માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી, જ્યારે NDA ગઠબંધન પાસે 164 ધારાસભ્યો છે અને YSR કોંગ્રેસ પાસે 11 ધારાસભ્યો છે. જો કે અત્રે નોંધવા જેવી વાત એ છે કે 2014 સુધી આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી.
બંગાળમાં કોંગ્રેસે એક બેઠક જીતી હોવા છતાં….
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 294 બેઠકો છે. અહીં મે 2021માં ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસે અહીં ડાબેરી મોરચા સાથે ચૂંટણી લડી હતી, પરંતુ જીતી શકી ન હતી. બંગાળમાં પહેલી વાર કોંગ્રેસ ઝીરો પર પહોંચી ગઈ છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે અને પાર્ટી પાસે 224 ધારાસભ્યો છે. વિપક્ષ ભાજપ પાસે અહીં 66 ધારાસભ્યો છે. 2022માં, કોંગ્રેસે એક બેઠક જીતી હતી પરંતુ ધારાસભ્યએ તૃણમૂલનો ખેસ પહેરી લીધો હતો. ત્યારબાદ કોંગ્રેસ અત્યાર સુધી બંગાળમાં થયેલી એક પણ પેટાચૂંટણી જીતી શકી નથી.
સિક્કિમમાં પણ ઝીરો
સિક્કિમ વિધાનસભામાં કુલ 32 બેઠકો છે. એક સમયે કોંગ્રેસ સત્તામાં હતી, પરંતુ હવે સિક્કિમમાં તેની પાસે એક પણ બેઠક નથી. સિક્કિમમાં પણ કોંગ્રેસ ઝીરો પર આવી ગઈ છે. સિક્કિમની બધી 32 બેઠકો સિક્કિમ ક્રાંતિકારી મોરચાના કબજામાં છે. SKM અહીં ભાજપ સાથે ગઠબંધનમાં છે.
નાગાલેન્ડમાં બધા જ પક્ષો સરકારનો ભાગ
નાગાલેન્ડમાં કુલ 60 વિધાનસભા બેઠકો છે. અહીં ફેબ્રુઆરી 2023માં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પાર્ટી એક પણ બેઠક જીતી શકી નથી. નાગાલેન્ડમાં, NDPP પાસે 25 ધારાસભ્યો છે, BJP પાસે 12, NCP પાસે 7, NPP પાસે 5, LJP (R) પાસે 2 અને RPI પાસે 2 ધારાસભ્યો છે. આ ઉપરાંત, નાગાલેન્ડમાં NPFના 2 અને 5 અપક્ષ ધારાસભ્યો છે. જો કે રસપ્રદ વાત એ છે કે નાગાલેન્ડમાં બધા જ પક્ષો સરકારનો ભાગ છે. અહીં કોઈ વિરોધ પક્ષ નથી.
Also read : દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામ 27 વર્ષે ભાજપે સત્તા હાંસલ તો કરી, પણ…
અરુણાચલ પ્રદેશમાં ખાલી એક બેઠક
ઉલ્લેખનીય છે કે અરુણાચલ વિધાનસભામાં કુલ 60 બેઠકો છે. આ પૂર્વોત્તર રાજ્યમાં NDA પાસે 59 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે એક ધારાસભ્ય છે. તેવી જ રીતે, મેઘાલય અને મિઝોરમમાં કોંગ્રેસના એક-એક ધારાસભ્ય છે. તેવી જ રીતે, મણિપુર અને પુડુચેરીમાં કોંગ્રેસના બે-બે ધારાસભ્યો છે. તાજેતરમાં સુધી, પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર હતી. મણિપુરમાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો છે