
નવી દિલ્હી: દેશના ચીફ ઈલેક્શન કમિશનર(CEC) રાજીવ કુમાર આજે નિવૃત થવાના છે, એ પહેલા વડા પ્રધાનની અધ્યક્ષતા હેઠળની પેનલે જ્ઞાનેશ કુમારને નવા CEC નિયુક્ત કર્યા છે. એવામાં કોંગ્રેસે ( જ્ઞાનેશ કુમાર સામે વિરોધ નોંધાવ્યો (Congress opposed Gyanesh Kumar appointment as CEC) છે. કોંગ્રેસને આશા છે કે આ નિમણૂક રદ થઈ શકે છે, કેમ કે CECની નિયુક્તિ માટેની પેનલ અંગેના મામલો સુપ્રીમ કોર્ટમાં બુધવારે (19 ફેબ્રુઆરી) સુનાવણી થવાની છે.
Also read : નવા મુખ્ય ચૂંટણી કમિશનર સંદર્ભે PM ઓફિસમાં બેઠક; નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી રહ્યા હાજર
રાહુલ ગાંધીએ વિરોધ નોંધાવ્યો:
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલની બનેલી પેનલની બેઠક વડાપ્રધાન કાર્યાલએ યોજાઈ હતી. જેમાં પસંદગી સમિતિએ જ્ઞાનેશ કુમારના નામનો પ્રસ્તાવ મુક્યો હતો, રાહુલ ગાંધીએ બેઠકના સમય સામે વાંધો ઉઠાવ્યો હતો કારણ કે પેનલના બંધારણ સંબંધિત કેસની સુનાવણી બુધવારે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવશે. તેમણે સત્તાવાર અસંમતિ નોંધ રજૂ કરી હતી. જોકે, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગી 2:1 ના બહુમતીથી કરવામાં આવી.
કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો:
નિમણૂકની જાહેરાત કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જ્યારે આ કેસની સુનાવણી હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે તો આટલી ઉતાવળ કેમ દાખવવામાં આવી. સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈતી હતી.
‘આ બંધારણની ભાવના વિરુદ્ધ’
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પણ ‘X’ પર લખ્યું છે કે, ‘સરકારે ઉતાવળમાં અડધીરાત્રે નવા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે સૂચના બહાર પાડી છે. આ આપણા બંધારણની ભાવના વિરુદ્ધ છે. પહેલા, સરકારે સુધારેલા કાયદા દ્વારા મુખ્ય ન્યાયાધીશને CEC પસંદગી સમિતિમાંથી દૂર કર્યા અને હવે આ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ પણ જોઈ નહીં. આ ખોટું છે.’
કેસી વેણુગોપાલે વધુમાં લખ્યું, “આજે ઉતાવળમાં બેઠક યોજીને નવા ચૂંટણી કમિશનરની નિમણૂક કરાવી, એ દર્શાવે છે કે સરકાર સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ ટાળવા માંગે છે. ઉપરાંત, સરકાર ઇચ્છે છે કે કોઈ સ્પષ્ટ આદેશ જાહેર થાય તે પહેલાં નિમણૂક કરવામાં આવે. આ પ્રકારનું ઘૃણાસ્પદ વર્તન ઘણા લોકોએ અગાઉ વ્યક્ત કરેલી શંકાઓની પુષ્ટિ કરે છે. આ બતાવે છે કે શાસક પક્ષ ચૂંટણી પ્રક્રિયાને કેવી રીતે નષ્ટ કરી રહ્યો છે અને પોતાના ફાયદા માટે નિયમોને તોડીમરોડી રહ્યો છે. ભલે તે નકલી મતદાર યાદીઓ હોય, ભાજપની તરફેણમાં ચૂંટણી શેડ્યુલ હોય કે પછી EVM હેકિંગનો મામલો હોય – આવા કૃત્યોને કારણે સરકાર અને તેના દ્વારા નિયુક્ત CEC શંકાના ઘેરામાં આવે .”
સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થશે:
અગાઉ, મુખ્ય ચૂંટણી કમિશનર(CEC)ની પસંદગી માટેની ત્રણ સભ્યોની પેનલમાં દેશના વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ(CJI)નો સમાવેશ થતો હતો.
Also read : Delhi માં ભાજપના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારીઓ , પીએમ મોદી સહિત અનેક નેતાઓ રહેશે હાજર
વર્ષ 2023 માં, કેન્દ્ર સરકારે આ મામલે એક નવો કાયદો પસાર કર્યો અને મુખ્ય ન્યાયાધીશને સમિતિમાંથી દૂર કર્યા. એક અરજી કરીને આ કાયદાને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરી રહી છે. અરજદારનું કહેવું છે કે દેશના મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થવો જોઈએ.