આંબેડકર પર ટીપ્પણી બાબતે કોંગ્રેસ આક્રમક, અમિત શાહ સામે આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી: ડો.બાબા સાહેબ આંબેડકર વિષે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરેલી ટિપ્પણીથી હોબાળો મચી (Amit Shah on Baba Saheb Ambedkar) ગયો છે. કોંગ્રેસે અમિત શાહ અને ભાજપ સામે આક્રમક વલણ દાખવ્યું છે. કોંગ્રેસે આ મામલે આજે ગુરુવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માંગ કરશે.
એક અહેવાલ મુજબ કોંગ્રેસે દેશભરમાં પ્રદર્શનનો પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત તમામ રાજ્ય કોંગ્રેસ સમિતિઓ (PCC), રાજ્ય અને જિલ્લા એકમોએ જિલ્લા કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે.
વિપક્ષના પક્ષો એકત્ર થયા:
લોકસભામાં આંબેડકર અંગે અમિત શાહની ટીપ્પણી મામલે કોંગ્રેસ, TMC, DMK, RJD, ડાબેરી પક્ષો અને શિવસેના-UBT સહિત લગભગ તમામ વિપક્ષી દળોના સંસદના બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો, જેને કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર અમિત શાહના બચાવમાં એક પોસ્ટ કરી કરવી પડી હતી. ડૉ. ભીમરાવ આંબેડકર પર અમિત શાહની ટિપ્પણને કારણે મોટો રાજકીય વિવાદને પેદા થયો છે, જેમાં કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને ઘેરી છે.
શું કહ્યું હતું અમિત શાહે:
મંગળવારે બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે રાજ્યસભામાં આંબેડકર વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આજકાલ એક ફેશન બની ગઈ છે – આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, જો આટલી વાર ભગવાનનું નામ લીધું હોત તો તમને સાત જન્મો માટે સ્વર્ગ મળી ગયું હોત.”