યુપીમાં દુષ્કર્મના આરોપમાં કોંગ્રેસના સાંસદની પ્રેસ કોન્ફરન્સ વખતે ધરપકડ

લખનઉ: ઉત્તર પ્રદેશના સીતાપુરથી કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડ (Rakesh Rathore)ની ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસનાં સાંસદ ઉપર બળાત્કારનો આરોપ છે. તેમની ધરપકડ તે દરમિયાન કરવામાં આવી હતી, જ્યારે તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા હતા. 2024માં લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બનેલા રાકેશ રાઠોડ પર લગ્નના બહાને એક મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે. તે કેસના સંદર્ભે જ પોલીસે ગુરુવારે તેની ધરપકડ કરી છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન થઈ ધરપકડ પ્રાપ્ત વિગતો અનુસાર કોતવાલી પોલીસ દ્વારા આજે સાંસદની તેમના ઘરેથી જ ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા અને આ દરમિયાન જ પોલીસ ત્યાં પહોંચી હતી અને સાંસદને સાથે લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે હાઇ કોર્ટે સાંસદના આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સાંસદની ન્યાયિક પ્રક્રિયા હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Also read:ભડકાઉ ગીતના વીડિયોઃ કોંગ્રેસના સાંસદને રાહત, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી
હાઇ કોર્ટે ફગાવી આગોતરા જામીનની અરજીહાઈ કોર્ટે બુધવારે બળાત્કારના આરોપી કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. સુનાવણી બાદ, જસ્ટિસ રાજેશ કુમાર સિંહની સિંગલ બેન્ચે તેમને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આ પૂર્વે કોર્ટે સોમવારે સાંસદ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ (NDW) જારી કર્યું હતું.લગ્નના બહાને જાતીય શોષણનો આરોપઅત્રે ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલા પીડિત મહિલાએ પોતાની ફરિયાદમાં કોંગ્રેસના સાંસદ પર લગ્નના બહાને તેનું જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાએ પોલીસને કોલ રેકોર્ડિંગ પણ આપ્યા છે. તેને સતત ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.