દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરનો હવે કોંગ્રેસેના સાંસદે બચાવ કર્યો, કહ્યું ઉમર રસ્તો ભટકેલો યુવાન

સરહાનપુર: દિલ્હી બ્લાસ્ટમાં આતંકી ડો. ઉમરનો પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ કરેલા બચાવ બાદ આ જ ક્રમમાં હવે ઉત્તર પ્રદેશના કોંગ્રસના સરહાનપુરના સાંસદ ઈમરાન મસૂદ પણ જોડાયા છે.
તેમણે દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરનો બચાવ કરતા જણાવ્યું કે તે રસ્તો ભટકેલો યુવાન હતો. તેમણે સરકાર પર આરોપ મુક્યો કે તે અલ ફલાહ યુનીવર્સીટી જેવી અલ્પ સંખ્યક શિક્ષણ સંસ્થાને બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ તેમણે અલ્પ સંખ્યકોને હેરાન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટ: સુસાઈડ બોમ્બર બનાવામાં જસીરે પીછેહઠ કરી અને હુમલાના માસ્ટરમાઇન્ડ ઉમરે પોતે આપ્યો જીવ
આ ભટકેલા લોકો છે અને આ ઇસ્લામનો માર્ગ નથી
આ અંગે તેમનો મંગળવારે એક વિડીયો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં ઉમર આ આત્મઘાતી વિસ્ફોટને સાચો ઠરાવવાનો પ્રયાસ કરતો હતો. જેની પર પ્રતિક્રિયા આપતા સાંસદે જણાવ્યું કે હું આનાથી સહમત નથી. સાંસદ ઈમરાન મસૂદે જણાવ્યું કે તે ફિદાયીન હુમલાને યોગ્ય ગણાવવાની કોશિષ કરી રહ્યો છે.
પરંતુ ઇસ્લામમાં આત્મ હત્યા કોઈ રીતે સ્વીકાર્ય નથી. તે હરામ છે. તમે માસુમ લોકોને મારી રહ્યા છે જે ઇસ્લામ નથી શીખવાડતો. આ ભટકેલા લોકો છે અને આ ઇસ્લામનો માર્ગ નથી. કોંગ્રેસ સાંસદે કહ્યું કે અમારો ધર્મ દેશને પ્રેમ કરવાનું શીખવે છે. આ ઘટનાનો ઇસ્લામ સાથે કોઈ સંબંધ નથી અને આ લોકો ગેરમાર્ગે દોરાયેલા છે. આ ગેરમાર્ગે દોરાયેલા લોકોના શબ્દો ઇસ્લામનું ચિત્રણ કરી શકતા નથી.
આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટ: શાહીન-ઉમરના નવા ખુલાસા, આતંકીઓને ૨૦ લાખ કોણે આપ્યા?
આતંકવાદને પ્રોત્સાહન આપતું નિવેદન
કોંગ્રેસ સાંસદના નિવેદનથી રાજકીય હોબાળો મચી ગયો છે. લોકો સોશિયલ મીડિયા પર તેમની આકરી ટીકા કરી રહ્યા છે અને તીવ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભાજપે આ નિવેદનને આતંકવાદને પ્રોત્સાહન આપતું નિવેદન ગણાવ્યું છે.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધી 15 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. તેમજ આ બ્લાસ્ટની તપાસમાં એનઆઈએ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ કાર્ય કરી રહી છે. તેમજ અનેક નવા ખુલાસા પણ પ્રકાશમાં આવી રહ્યા છે.



