કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ પાકિસ્તાન કનેક્શન મુદ્દે પલટવાર કર્યો, એસઆઈટી રિપોર્ટ જાહેર કરવાની કરી માંગ…

ગુવાહાટી : આસામમાં કોંગ્રેસના સાંસદ ગોરવ ગોગાઈએ સીએમ હિમંત બિસ્વા સરમાએ પાકિસ્તાન કનેક્શન મુદ્દે પલટવાર કર્યો છે. તેમણે આ અંગે એસઆઈટી રિપોર્ટને જાહેર કરવાની માંગ કરી છે. ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે આ આરોપ રાજકીય છે અને તેનું મૂળ કારણ કોંગ્રેસની વધતી લોકપ્રિયતા છે. ગૌરવ ગોગોઈએ કહ્યું કે જો મુખ્ય પ્રધાને આ બાબતમાં ગંભીર ચિંતા હતી કે છેલ્લા છ મહિનાથી શાંત થઈ ગયો હતો. તેમણે પ્રશ્ન કર્યો કે જો આ વાત સાચી છે તો રાષ્ટ્રીય સુરક્ષાના મામલે મુખ્ય પ્રધાને કેમ કોઈ કડક પગલાં ના લીધા.
એસઆઈટી રિપોર્ટ જાહેર થવો જોઈએ
આ અંગે ગોગોઈએ મુખ્યમંત્રીને પ્રેસ કોન્ફરન્સને રાજકીય રીતે પ્રેરિત ગણાવી. તેમણે કહ્યું આનું કારણ કોંગ્રેસ પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી દ્વારા મુખ્યમંત્રીના પરિવાર પાસે 12,000 વીઘા જમીન હોવાનો ખુલાસો થયા પછી મુખ્યમંત્રી દબાણમાં આવી ગયા અને તેમને પ્રેસ કોન્ફરન્સ કરવાની ફરજ પડી. ગોગોઈએ એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી પોતાને ચાણક્ય માને છે. પરંતુ આસામના લોકો સત્ય જાણે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે કોંગ્રેસ પારદર્શિતાના પક્ષમાં છે અને તેથી એસઆઈટી રિપોર્ટ જાહેર થવો જોઈએ.
આ પણ વાંચો…કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈની પત્નીના ISI સાથે સંબંધો? હિમંતા બિસ્વા સરમાના આરોપથી ખળભળાટ
તેમની પત્ની વર્ષ 2013 માં કામ માટે પાકિસ્તાન ગઈ હતી
સાંસદ ગૌરવ ગોગોઈએ એ પણ સ્પષ્ટતા કરી કે તેમની પત્ની વર્ષ 2013 માં કામ માટે પાકિસ્તાન ગઈ હતી અને તે 10 દિવસની યાત્રામાં તેઓ તેમની સાથે હતા. તેમણે કહ્યું કે એસઆઈટી એ તે સમયે ક્યારેય તેમને આ યાત્રા વિશે પૂછપરછ કરી ન હતી. ગોગોઈએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના વીડિયોએ આસામમાં મુસ્લિમ સમુદાય સામે નફરત અને હિંસા ભડકાવી હતી. તેમણે આ વાતને ગંભીરતાથી લીધી અને તેને રોકવા માટે કાનૂની વિકલ્પો પર વિચાર કરશે.
ચોક્કસ સમુદાયને નિશાન બનાવી રહ્યા છે
ગોગોઈએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવી રહ્યા છે. તેમજ સોશિયલ મીડિયા પર ભડકાઉ વીડિયો શેર કરીને સામૂહિક હત્યા ના વાતાવરણને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ મુખ્યમંત્રીની તેમના નાના બાળકો વિશેની ટિપ્પણીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાનું પણ વિચારશે.



