અલ્લુ અર્જુનની મુસીબતમાં વધારો, કોંગ્રેસ નેતાએ પુષ્પા 2 એક્ટર સામે નોંધાવી ફરિયાદ…
હૈદરાબાદ: તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને ‘પુષ્પા 2: ધ રૂલ’ના નિર્માતા અને દિગ્દર્શક સામે ફિલ્મના એક દ્રશ્યને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસના MLC ચિંતપાંડુ નવીને ફિલ્મ ‘પુષ્પા 2’ના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતાઓ વિરુદ્ધ રાચકોંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ છે કે ફિલ્મમાં પોલીસ અધિકારીઓનું અપમાન કરતા દ્રશ્યો છે. નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ફિલ્મના કેટલાક ચોક્કસ દ્રશ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Allu Arjun એ ‘પુષ્પા-2’ સ્ક્રીનિંગ અકસ્માત મુદ્દે વિધાનસભામાં હંગામા બાદ કર્યો આ ખુલાસો…
શું કરી અરજી?
મીડિયાના અહેવાલો અનુસાર, ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મના એક દ્રશ્યમાં હીરો અલ્લુ અર્જુનને સ્વિમિંગ પૂલમાં પેશાબ કરતો દર્શાવવામાં આવ્યો છે જેમાં ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી હાજર છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ પોલીસ દળનું અપમાન છે. તેણે પોલીસને વિનંતી કરી કે ‘પુષ્પા 2’માંથી અમુક દ્રશ્યો હટાવવામાં આવે અને ફિલ્મના કલાકારો, દિગ્દર્શકો અને નિર્માતાઓ સામે પગલાં લેવામાં આવે.
આ પણ વાંચો : શું Allu Arjunની મુશ્કેલીમાં વધારો થશે ? સંધ્યા થિયેટરને પોલીસે લખેલો પત્ર વાયરલ
ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવ્યો
હૈદરાબાદની સંધ્યા ટોકિસમાં થયેલી ધક્કામુક્કી અને મહિલાના મોતનો કેસ અલ્લુનો પીછો છોડી રહ્યો નથી. આજે પણ અલ્લુને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવ્યો હતો. રિપોર્ટ્સ દ્વારા મળતી માહિતી અનુસાર અલ્લુ અર્જુનને ઘટનાના દિવસ અંગે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસનો દાવો છે કે થિયેટરના સંચાલકોને અલ્લુને બોલાવવાની પરવાનગી લેખિતમાં નકારવામાં આવી હતી ત્યારે પોલીસે અલ્લુને આ અંગે પૂછ્યું હતું કે શું તેને ખબર હતી કે થિયેટરને પરવાનગી આપવામાં આવી ન હતી.