જો ભાજપ 50 બેઠકો જીતશે તો… હવે કોંગ્રેસના વિધાનસભ્ય તેમનું વચન પાળશે, મોઢુ કાળું કરશે….
ભોપાલ: મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં આવેલ ભાંડેર મતદારસંઘમાંથી જીતનારા કોંગ્રેસના વિધાનસભ્ય ફૂલ સિંહ બરૈયા હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તેમનો એક વિડીયો હાલમાં બહૂ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેમણે કરેલ વિધાન પરથી તેઓ નહીં ફરે અને તે પોતાનું મોઢું કાળું કરશે એમ તેમણે કહ્યું છે.
વાત જાણે એમ છે કે, કોંગ્રેસના નેતા ફૂલસિંહ બરૈયાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જો ભાજપના 50 વિધાનસભ્યો ચૂંટાઇને આવે તો તેઓ પોતાનું મોઢું કાળું કરશે તેમ કહેતા દેખાઇ રહ્યાં છે. જોકે 3જી ડિસેમ્બરના રોજ જાહેર થયેલ પરિણામોમાં ભાજપે 160થી વધુ બેઠકો પર જીત હાંસલ કરી હોવાથી કોંગ્રેસની શરમજનક હાર થઇ છે. ત્યારે હવે ફઊલ સિંહ બરૈયા સાચે જ તેમનું મોઢું કાળું કરશે કે? તેની ચર્ચા થઇ રહી છે.
દરમીયાન મીડિયા સાથે વાત કરતાં ફૂલ સિંહ બરૈયાએ પોતે પોતાના સ્ટેટમેન્ટ પર અડગ રહેશે એ વાત સ્પષ્ટ કરી હતી. ત્યારે 7મી ડિસેમ્બરના રોજ ભોપાલના રાજભવન સામે બપોરે 2 વાગે પોતે પોતાના હાથે મોઢું કાળુ કરશે તેવી જાહેરાત કરી હતી.