નેશનલ

કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાના ટ્રમ્પના નિવેદન મુદ્દે કોંગ્રેસના નેતા નારાજ, કહ્યું – આ કોઈ 1000 વર્ષ જૂનો સંઘર્ષ નથી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મધ્યસ્થ બનીને અમેરિકાએ યુદ્ધ શાંત કરાવ્યું હતું. જોકે, તેના કારણે અનેક લોકો નારાજ થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરેવી મધ્યસ્થતા કરવા મામલે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીને ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મામલે કરેલી દખલ પસંદ નથી આવી.

આ કોઈ બાઇબલનો 1000 વર્ષ જૂનો સંઘર્ષ નથીઃ મનીષ તિવારી

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીને અમેરિકાના રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે, આ કોઈ બાઇબલનો 1000 વર્ષ જૂનો સંઘર્ષ નથી, આ તો માત્ર 78 વર્ષ પહેલા જ શરૂ થયેલો છે. મનીષ તિવારીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘અમેરિકામાં કોઈએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કહેવું જોઈએ કે, કાશ્મીર કોઈ 1000 વર્ષ જૂનો મુદ્દો નથી. તેની શરૂઆત 22 ઓક્ટોબર 1974થી શરૂ થઈ હતી. એટલે કે માત્ર 78 વર્ષ પહેલા આ મુદ્દો શરૂ થયો હતો. ત્યારે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર હુમલો કર્યો હતો. મહારાજા હરિ સિંહે 26 ઓક્ટોબર 1947 ના રોજ તેને ભારતને સોંપી દીધું હતું. આમાં પાકિસ્તાન દ્વારા કબજે કરાયેલ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. શું આ વાતને સમજવી એટલી મુશ્કેલ છે?’

અમેરિકાની દખલ બાદ ભારત અને પાકિસ્તાને યુદ્ધવિરામ કર્યો હતો. જો કે, યુદ્ધવિરામના થોડાક જ કલાકોમાં પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરી દીધો હતો. તેમાં હવે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામને મુદ્દે વડા પ્રધાનની અધ્યક્ષતામાં એક સર્વપક્ષીય બેઠક કરવાની માંગ કરી છે. સાસંદ જયરામ રમેશે લખ્યું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક ફરી વડાપ્રધાનની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક બોલાવે જેમાં પહલગામ, ઓપરેશન સિંદૂર અને પહેલા વોશિંગ્ટન ડીસીમાં અને પછી ભારત અને પાકિસ્તાનની સરકારો દ્વારા જાહેર કરાયેલ યુદ્ધવિરામના વિષય પર સંસદનું ખાસ સત્ર બોલાવવામાં આવે, જેથી આ બધા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ શકે.

સમગ્ર દેશના લોકોમાં આશ્ચર્ય છે કે, આખરે આ યુદ્ધ વિરામ શા માટે કરવામાં આવ્યો? પાકિસ્તાન ક્યારેય પોતાના નાપાક હરકતો છોડવાનું નથી, જેથી તેને તેની ભાષામાં પાઠ ભણાવવો જરૂરી છે. પરંતુ અમેરિકાએ કરેલી દખલ બાદ ભારત અને પાકિસ્તાન બન્ને યુદ્ધવિરામ માટે રાજી થયા હતા. જમ્મુ અને કાશ્મીર મુદ્દે અન્ય કોઈ દેશના હસ્તક્ષેપને ભારતે નકારી કાઢ્યો છે. ભારત હંમેશા કહેતું રહ્યું છે કે આ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે. જેથી ડોલાન્ડ ટ્રમ્પે કરેલી દખલ મુદ્દે કોંગ્રેસના સાસંદ ભડક્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button