
નવી દિલ્હીઃ દેશના બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી (Adhirranjan Chowdhury) એ આક્ષેપો કર્યા છે અને નારાજગી જતાવી છે.
લોકસભા (Loksabha)ની ચૂંટણી પહેલા દેશમાં નવા ચૂંટણી કમિશનરોને લઈને controversy ચાલી રહી છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ચૂંટણી કમિશનરોની નિમણૂક પર નારાજગી વ્યક્ત કરતા તેને અવ્યવહારૂ ગણાવી છે.
ચૌધરીએ કહ્યું હતું કે પહેલા 212 નામોની લાંબી યાદી આપવામાં આવી અને માત્ર એક રાતનો સમય આપવામાં આવ્યો અને પછી બીજા દિવસે સવારે માત્ર 6 નામો રજૂ કરવામાં આવ્યા. આ ઘટના માત્ર 10 મિનિટ પહેલા બની હતી. અધીર રંજન ચૌધરીએ સવાલ કર્યો છે કે આટલા ઓછા સમયમાં નામ કેવી રીતે નક્કી થઈ શકે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેમને એક રાત પહેલા જ 212 નામોની યાદી મળી હતી. આટલા ઓછા સમયમાં 212 નામોની તપાસ અને સમીક્ષા કરવી શક્ય નથી. બેઠકમાં સરકાર દ્વારા 212માંથી 6 નામ આપવામાં આવ્યા હતા. તેમણે પસંદગી પ્રક્રિયા અંગે વાંધાઓ ઉઠાવ્યા છે.
મળતી માહિતી જ્ઞાનેશ કુમાર થોડા દિવસો પહેલા જ સહકાર મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા છે. જ્ઞાનેશે અહીં મંત્રાલયની રચનાના સમયથી અત્યાર સુધી કામ કર્યું છે. સહકાર મંત્રાલય ગૃહ પ્રધાન અમિત શાહ હેઠળ આવે છે. અગાઉ જ્ઞાનેશ કુમાર ગૃહ મંત્રાલયમાં કાશ્મીર વિભાગના સંયુક્ત સચિવ હતા, તેમના સમયમાં જ કલમ 370 હટાવવામાં આવી હતી.
ALSO READ : https://bombaysamachar.com/national/bihar-leader-misbehaves-with-professor/
અધીર રંજને પોતાની વાત સાબિત કરવા અમુક તથ્યો લોકો સમક્ષ મૂક્યા હતા. તેમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ ECની પસંદગી અંગે એક બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ તે બેઠક રદ કરવામાં આવી હતી. મેં એક પત્ર લખ્યો હતો અને અપીલ કરી હતી કે પાંચ નામ શોર્ટ લિસ્ટ કરીને આપવામાં આવે. આ સાથે તેમણે શોર્ટલિસ્ટ કરેલા નામ શેર કરવા કહ્યું હતું, પરંતુ તેમ કરવામાં આવ્યું નહીં. રંજને કહ્યું કે જ્યારે હું બંગાળની દિલ્હી પહોંચ્યો ત્યારે મને 212 નામની યાદી આપવામાં આવી, જેને વાંચવી અશક્ય હતી. અધીર રંજન ચૌધરી સવારે મીટિંગમાં પહોંચ્યા અને તેમને છ નામ આપવામાં આવ્યા અને તેમાંથી પસંદ કરવાનું કહેવામાં આવ્યું. આમ કહેતા તેમણે બન્નેની નીમણૂક બાબતે સવાલો ઉઠાવ્યા છે.