નેશનલ

રાહુલ ગાંધી પર કંગના રનોતના નિવેદનથી પ્રિયંકા ગાંધી ભડકયા

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પાંચ દિવસની જર્મની યાત્રા મુદ્દે રાજકારણ ગરમાયું છે. જે અંગે ભાજપ પ્રહાર શરૂ કર્યા છે. જેમાં ભાજપ નેતા અને સાંસદ કંગના રનોતે કહ્યું કે રાહુલ ગાંધીના વ્યકિતત્વમાં કોઇ પ્રભાવ નથી. તેથી મારે તેમના અંગે કશું કહેવું નથી. ત્યારે તેમની આ ટિપ્પણી પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પલટવાર કર્યો છે. તેમજ કહ્યું છે કે પીએમ મોદી અડધો સમય વિદેશ વિતાવે છે અને લોકો વિપક્ષના નેતા પર સવાલ ઉઠાવે છે.

રાહુલ ગાંધીના વ્યકિતત્વમાં કોઇ પ્રભાવ નથી : કંગના રનોત

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી જર્મનીના પાંચ દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ભારતીય સમુદાય સાથે મુલાકાત કરશે અને જર્મનના મંત્રીઓ સાથે પણ મુલાકાત કરશે. જ્યારે ભાજપના સાંસદ કંગના રનૌતને રાહુલ ગાંધીની જર્મની મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, તે બધા માટે ખૂબ જ સ્પષ્ટ છે કે તેમની પાર્ટી એક અંકમાં આવી છે. તેમના વ્યકિતત્વમાં કોઇ પ્રભાવ નથી તેથી મારી પાસે તેમના માટે કહેવા યોગ્ય કશું નથી.

આ પણ વાંચો : રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર, કહ્યું યુપીએ શાસનમાં વડાપ્રધાન ચૂંટણી કમિશનરની નિયુકિત કરતાં

વિપક્ષના નેતા પર કેમ સવાલ : પ્રિયંકા ગાંધી

જ્યારે તેની બાદ કોંગ્રસ નેતા અને સાંસદ પ્રિયંકા ગાંધી ભાજપના પ્રશ્નો પર વળતો પ્રહાર કર્યો છે. પ્રિયંકા ગાંધીએ પૂછ્યું કે જ્યારે પીએમ મોદી પોતાનો અડધો સમય વિદેશમાં વિતાવે છે ત્યારે વિપક્ષના નેતા પર કેમ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : કંગના રનૌતને ખેડૂત આંદોલન મુદ્દે ટિપ્પણી કરવાનું ભારે પડ્યું, હવે રાજદ્રોહનો કેસ ચાલશે

ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા

આ ઉપરાંત લોકસભામાં આજે સતત બીજા દિવસે SIR સહિત ચૂંટણી સુધારા પર ચર્ચા કરવામાં આવી રહી છે.જોકે, આ દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભાજપ પર કરેલા આક્ષેપો બાદ ભાજપના પ્રહારથી ઘેરાયા હતા. જેમાં ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું કે યુપીએ શાસન કાળમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુકિત સીધા વડાપ્રધાન કરતાં હતા.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button