ટોપ ન્યૂઝનેશનલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા Aziz Qureshiનું નિધન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અઝીઝ કુરેશીનું નિધન થયું છે. તેમણે 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના પરિવારના એક સદસ્ય તરફથી તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. Aziz Qureshi ઉત્તર પ્રદેશ અને મિઝોરમના રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેમના નિધનથી રાજકીય વર્તુળોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અઝીઝ કુરેશીના મૃત્યુના સમાચાર જાણ્યા બાદ પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ એપોલો હોસ્પિટલ પહોંચ્યા છે અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી છે. એમ જાણવા મળ્યું છે કે તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તાજેતરમાં તેમની તબિયત અચાનક લથડતા તેમને તુરંત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


Aziz Qureshiનો જન્મ 24 એપ્રિલ 1980ના રોજ ભોપાલમાં થયો હતો. તેઓ 1984માં મધ્યપ્રદેશના સતનાથી લોકસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. કુરેશી મધ્ય પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિના સચિવ હતા, ભારતીય યુવા કોંગ્રેસના સ્થાપક સભ્ય અને 1973માં મધ્ય પ્રદેશ સરકારના વિવિધ વિભાગોમાં મંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. કુરેશીને 24 જાન્યુઆરી 2020 ના રોજ મધ્ય પ્રદેશની તત્કાલીન કમલનાથ સરકાર દ્વારા મધ્ય પ્રદેશ ઉર્દૂ એકેડમીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button