નેશનલ

Hariyanaમાં કોંગ્રેસને ઝટકો : Kiran Chaudhary અને Shruti Chaudharyએ દીધું રાજીનામું

નવી દિલ્હી: હરિયાણામાં હવે થોડા જ મહિનામાં વિધાનસભાની ચૂંટણીના શંખનાદ થવાના છે ત્યારે તેવા સમયે કોંગ્રેસ પક્ષને ભારે ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના નેતા કિરણ ચૌધરી અને શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કિરણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યું છે. કિરણ ચૌધરનું રાજીનામું કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. જો કે હવે તેઓ ટૂંક જ સમયમાં ભાજપનો ખેસ ધારણ કરશે તેવા અહેવાલો છે.

હરિયાણાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય કિરણ ચૌધરી અને તેમની દીકરી શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યું હતું. બંનેએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હતા કે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. કોંગ્રેસના કિરણ, સેલજા અને રણદીપ સુરજેવાલાને એસઆરકે ગ્રુપના માનવામાં આવે છે, આ ત્રણે હરિયાણા કોંગ્રેસથી અલગ તરી આવે છે.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશ છોડીને દક્ષિણની દિશા પકડવી Priyanka Gandhi માટે નહીં હોય આસાન, પડકારો ઝીલવા પડશે

જો કે કિરણ ચૌધરી ભૂપેન્દ્ર હુડ્ડા પર અગાઉ પણ અનેક આરોપો લગાવી ચૂક્યા છે. તેમણે પૂર્વ મુખ્યમંત્રી પર અવગણના કરવા અને તેમની રાજકીય કારકિર્દી ખતમ કરીને મારી નાખવાના મોટા આક્ષેપો કર્યા હતા. તાજેતરમાં, લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે તેમની પુત્રી શ્રુતિની ટિકિટ કાપવામાં આવી હતી ત્યારે પણ કિરણ ચૌધરીએ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો.

કિરણ ચૌધરીએ કહ્યું હતું કે જ્યાંથી હું પાંચ વખત ધારાસભ્ય છું ત્યાં બેઠક યોજાઈ છે. પરંતુ મને જાણ પણ કરવામાં આવી નથી. રાવદાન સિંહ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેમને કેટકેટલા ફોન કરવામાં આવ્યા પરંતુ એકપણ વખત વાત નથી કરી. એક રીતે અહીં અમારું અપમાન થયું છે. અમારી રાજકીય કારકિર્દી ખતમ કરીને અમને જાણથી મારી નાખવા માંગે છે. હવે બંને માતા-પુત્રી બુધવારે દિલ્હીમાં ભાજપ સાથે જોડાવાની છે તેવી પણ જાહેરાત કરી દીધી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા