ટોપ ન્યૂઝનેશનલ

Election Result: હરિયાણામાં કોંગ્રેસે પોતાના પગ પર જ કુહાડી મારી? જાણો હારના 7 કારણો

નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણી(Haryana Assembly Election)માં કોંગ્રેસ ભાજપને હરાવવામાં નિષ્ફળ રહી હતી, કોંગ્રેસ આ પરિણામ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની યોજના બનાવી રહી છે. હરિયાણામાં કથિત રીતે સરકાર વિરુદ્ધ વાતાવરણ હોવા છતાં, કોંગ્રેસ મતદાતાઓને આકર્ષવા નિષ્ફળ રહી હતી. હરિયાણામાં કોંગ્રેસની હારના ઘણા કારણો છે, જે અંગે ચર્ચા થઇ રહી છે. પાર્ટીમાં જૂથવાદ પણ હારનું મુખ્ય કારણ રહ્યું હતું.


| Also Read: ‘જે વિસ્તારે જીત આપી, ત્યાંથી જ CM’: Haryanaના દિગ્ગજ નેતાએ કર્યો દાવો


જાટ સમુદાય:
હરિયાણામાં જાટ સમુદાય વિરુદ્ધ 35 અન્ય સમુદાયોના કાઉન્ટર પોલરાઈઝેશનથી ભાજપને ફાયદો થયો અને હવે તે રાજ્યમાં ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે.

વેરવિખેર થઇ ગયેલી કોંગ્રેસ:
લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં 10માંથી પાંચ બેઠકો જીતનાર કોંગ્રેસ પક્ષ વિધાનસભાની ચૂંટણીમાં વેરવિખેર દેખાઈ. રાજ્યમાં ટિકિટ વિતરણમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડાનું વર્ચસ્વ રહ્યું હતું, જેનાથી સિરસાના સાંસદ કુમારી સેલજા અને રાજ્યસભાના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલા નારાજ થયા હતા. સુરજેવાલા માત્ર તેમના પુત્રને કૈથલમાં જીતાડવા માટે ચૂંટણી પ્રચારમાં સખત મહેનત કરતા જોવા મળ્યા હતા, કુમારી શૈલજાએ ચૂંટણી પ્રચારના પ્રથમ 12 થી 14 દિવસ સુધી પ્રચારમાં ભાગ લીધો ન હતો.

પ્રદેશ સંગઠનનો અભાવ:
હરિયાણામાં કોંગ્રેસનું રાજ્ય એકમ 2008-2009થી રચાયું નથી. પક્ષના રાજ્ય એકમની રચના 2014માં થઈ હોવા છતાં જૂથવાદના કારણે બૂથ અને જિલ્લા સમિતિઓની રચના થઈ શકી નથી. 2022માં પ્રદેશ પ્રભારી વિવેક બંસલે પ્રદેશ કોંગ્રેસ સમિતિની રચના માટે યાદી બનાવી હતી પરંતુ આ સમિતિ ક્યારેય અસ્તિત્વમાં આવી શકી નહીં. પક્ષમાં જૂથવાદ એટલો છે કે રાજ્યમાં 15 વર્ષથી બૂથ સ્તર અને જિલ્લા સ્તરે કોંગ્રેસનું કોઈ સંગઠન નથી.


| Also Read: Haryanaમાં હેટ્રીક બાદ આ તારીખે નવી સરકાર લઈ શકે છે શપથ: સૈની બનશે મુખ્ય પ્રધાન


બળવાખોર ઉમેદવારો:
હરિયાણામાં લગભગ 12 બેઠકો એવી હતી, જ્યાં કોંગ્રેસના બળવાખોરોને કારણે પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. બલ્લભગઢ, બહાદુરગઢ, પુંડરી, અંબાલા કેન્ટ, તિગાંવ, ગુહાના, આસંદ, ઉચાના કલાન, સફીડો, મહેન્દ્રગઢ, રાય, રાનીયા. કોંગ્રેસના બળવાખોર ઉમેદવારોને કારણે આ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો હારી ગયા હતા.

AAP સાથે ગઠબંધન ન થવું:
હરિયાણામાં લગભગ સાત બેઠકો એવી હતી જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવારોની હારના માર્જિન કરતા વધુ મત મળ્યા હતા. જો ગઠબંધન થયું હોત તો કદાચ પરિણામો અલગ હોત.

ચૂંટણીના એક દિવસ પહેલા જ અશોક તંવરની એન્ટ્રી:
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે ઝગડ્યા બાદ અશોક તંવર કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતાં.


| Also Read: Rahul Gandhi નો ભાજપ- શિવસેના પર કટાક્ષ, કહ્યું શિવાજી  મહારાજની પ્રતિમાએ સંદેશ આપ્યો કે…


કોંગ્રેસથી દલિત વોટબેંક છીનવાઈ ગઈ:
કુમારી સેલજા અને અશોક તંવર દલિત સમુદાયમાંથી આવે છે અને રાજ્યના દલિતોના મોટા નેતા માનવામાં આવે છે, પરંતુ તેમના સમુદાયના મત કોંગ્રેસમાં ટ્રાન્સફર કરી શક્યા નહીં

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker