રાજયસભામાં ઓપરેશન સિંદૂર અંગે કોંગ્રેસની ચર્ચાની માંગ, જે.પી. નડ્ડાએ આપ્યો આ જવાબ

નવી દિલ્હી : સંસદના ચોમાસા સત્રની વિપક્ષના હંગામા વચ્ચે શરુઆત થઈ છે. જયારે આજે રાજય સભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે વિપક્ષ ચર્ચાની માંગ કરી રહ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ સરકારને પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો ભાજપ અધ્યક્ષ અને રાજય સભામાં ગૃહના નેતા જે.પી.નડ્ડાએ
વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે આઝાદી બાદ આવું ઓપરેશન નથી થયું.
પહલગામ આતંકી હુમલા મુદ્દે રાજય સભામાં સવાલ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ પહલગામ આતંકી હુમલા મુદ્દે રાજય સભામાં સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે
પહલગામ આતંકી હુમલાના આરોપી ન તો પકડાયા છે ન તો માર્યા ગયા છે. તમામ પક્ષોએ એક મત થઈને આ મુદ્દે સરકારને સર્મથન આપ્યું હતું. તેથી સરકારે અમને પહલગામ હુમલા અને તેના બાદના ઘટનાક્રમ અંગે અમને જાણકારી
આપવી જોઈએ.
મલ્લિકાઅર્જુન ખડગેએ જણાવ્યું કે પહલગામ હુમલામાં સરકારની સુરક્ષામાં બેદરકારી જોવા મળી હતી. જેનો જમ્મુ કાશ્મીરના એલજીએ સ્વીકાર કર્યો છે. તેમજ અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ પણ અનેક ખુલાસા કર્યા છે. તેથી સરકારે
આ અંગે જાણકારી આપવી જોઈએ. આ ઉપરાંત તેમણે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ વિરામ કરાવવાના નિવેદનને વિરોધ કરીને ટાંકયા હતા. તેમજ કહ્યું હતું કે આ દેશ માટે અપમાનજનક છે.
આપણ વાંચો: લો..બોલો…આટલી ઉતાવળ! ફ્લાઈટ પકડવાની જલ્દીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પત્નીને ભૂલી ગયા
આઝાદી બાદ આવું ઓપરેશન નથી થયું : જે.પી. નડ્ડા
જયારે મલ્લિકાઅર્જુન ખડગેના સવાલો પર રાજ્યસભાના નેતા અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે હું ગૃહના માધ્યમથી દેશને સંદેશ આપવા માંગું છું કે અમે પણ ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચાના પક્ષમાં છીએ. તેમજ તેની દરેક વાત ગૃહમાં મુકીશું. હું દેશને એ પણ જણાવવા માંગું છું કે આઝાદી બાદ આવું ઓપરેશન નથી થયું. ગૃહમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા માટે નોટીસ આપવામાં આવી છે જે સમય નક્કી કરવામાં આવ્યો છે ત્યારે કરવામાં આવશે. સરકાર આ મુદ્દે ચર્ચા કરશે અને દરેક સવાલનો જવાબ આપશે