Congress CWC Meet in Belagavi: 2025 Action Plan

ગાંધીજીની અધ્યક્ષતાને 100 વર્ષ પૂર્ણ થવા પર બેલગામીમાં કોંગ્રેસ CWCની બેઠક; બાબાસાહેબનો મુદ્દો ગાજશે

નવી દિલ્હી: કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 26 ડિસેમ્બરનાં રોજ કર્ણાટકના બેલગાવીમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકનું ખૂબ ઐતિહાસિક મહત્વ છે કારણ કે 100 વર્ષ પૂર્વે 1924માં મહાત્મા ગાંધીએ બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક સાથે ક કોંગ્રેસ પક્ષ ‘નવ સત્યાગ્રહ’ અભિયાન શરૂ કરવા જઈ રહ્યો છે. આ બેઠકમાં દેશભરનાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેવા માટે રવાના થઈ ચૂક્યા છે.

આ બેઠકનું છે ઐતિહાસિક મહત્વ
ઉલ્લેખનીય છે કે વર્ષ 1924માં બેલગાવીમાં કોંગ્રેસનું અધિવેશન એકમાત્ર એવું અધિવેશન હતું જેની અધ્યક્ષતા મહાત્મા ગાંધીએ કરી હતી, આથી તેનું ખૂબ જ મહત્વ છે. આથી પાર્ટીએ આ જ જગ્યાએથી CWCની બેઠક બોલાવી છે. જેમાં તેણે પોતાની ભાવિ રણનીતિ બનાવવાનું આહ્વાન કર્યું છે. આ બેઠકમાં કોંગ્રેસ દેશમાં હાલમાં સૌથી વધુ ચર્ચિત મુદ્દાઓ પર તેની યોજના બનાવશે. જેમાં બંધારણનો મુદ્દો, બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ અને મોદી સરકાર દ્વારા અપનાવવામાં આવેલી વિભાજનકારી રાજનીતિ તેમજ ગૃહમંત્રી અમિત શાહનો મુદ્દો સામેલ છે.

https://twitter.com/INCIndia/status/1871785989984645327

પાર્ટીનાં આગામી કાર્ય યોજના-કાર્યક્રમો પર ચર્ચા
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના જનરલ સેક્રેટરી જયરામ રમેશ અને પ્રચાર વિભાગના વડા પવન ખેડા સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, AICCના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે બેલાગવીમાં યોજાનારી ઘટના ઐતિહાસિક હશે. વેણુગોપાલે કહ્યું, “CWCની બેઠકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે આગામી વર્ષ માટેના કાર્ય યોજના અને કાર્યક્રમ પર ચર્ચા કરવામાં આવશે અને બે ઠરાવો પસાર કરવામાં આવશે. આ બેઠકમાં ભાજપના શાસનમાં રાષ્ટ્ર સામેના ગંભીર પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે. આર્થિક અસમાનતા, લોકશાહીનું હનન અને બંધારણીય સંસ્થાઓ પર હુમલાનો સમાવેશ થાય છે.”

મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ
26 ડિસેમ્બરેનાં રોજ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા 1924ના સંમેલનના સ્થળ બેલાગવીમાં વીર સૌધાના પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે. નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર નવીનીકરણ કરાયેલ ફોટો ગેલેરીનું ઉદ્ઘાટન કરશે જેમાં 1924નાં સંમેલનની અધ્યક્ષતા કરતાં મહાત્મા ગાંધીજીની દુર્લભ તસવીરો જોવા મળશે. તે ઉપરાંત સ્વતંત્રતા સેનાનીઓ અને અન્ય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Back to top button