વિધાનસભા ચૂંટણી: રાજસ્થાનમાં કાંગ્રેસે પહેલી યાદી જાહેર કરી…
નવી દિલ્હી: ઘણા લાંબા સમય બાદ કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ તેમના એક્સ એકાઉન્ટ પરથી આ વાત શેર કરી કે કાંગ્રેસની આ યાદીમાં 33 ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવ્યા છે. યાદી અનુસાર રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સરદારપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય સચિન પાયલટને ટોંકથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે લક્ષ્મણગઢથી ગોવિંદ સિંહ ડોટાસરાને ટિકિટ આપવામાં આવી છે.
તેમજ નોહરથી અમિત ચાચાણ, કોલાયતથી ભંવર સિંહ ભાટી, સાદુલપુરથી ક્રૃષ્ણા પુનિયા, સુજાનગઢ-એસસીથી મનોજ મેઘવાલ, મંડાવાથી રીટા ચૌધરી, વિરાટનગરથી ઇન્દ્રાજ સિંહ ગુર્જર, માલવિયા નગરથી ડૉ.અર્ચના શર્મા, સાંગાનેરથી પુષ્પેન્દ્ર ભારદ્વાજ, મુંડાવરથી લલિત કુમાર યાદવ, અલવર ગ્રામીણ-એસસીથી ટીકારામ જુલી, સિકરાઈ-એસસીથી મમતા ભૂપેશ, સવાઈ માધોપુરથી દાનિશ અબરાર, લાડનૂંથી મુકેશ ભાકર, ડીડવાનાથી ચેતન સિંહ ચૌધરી, જાયલ-એસસીથી મંજુ દેવી, ડેગાનાથી વિજયપાલ મિર્ધા, પરબતસરથી રામનિવાસ ગવરિયા, ઓસિયનથી દિવ્યા મદેરણા, જોધપુરથી મનીષા પનવારને ટિકિટ આપવામાં આવી છે.
આ ઉપરાંત ભાજપે પણ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં 83 ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદી અનુસાર રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે સિંધિયા આ વખતે પણ ઝાલરાપાટનથી ચૂંટણી લડશે. જ્યારે બીજેપીએ નાગૌરથી જ્યોતિ મિર્ધાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેમજ ભૈરો સિંહ શેખાવતના જમાઈ નરપત સિંહ રાજવીને ચિત્તોડગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.