મતગણતરીમાં ગેરરીતિ ન થાય તે માટે કોંગ્રેસે જાહેર કર્યા નંબર
નવી દિલ્હી: દેશમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન બાદ આવતીકાલે મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. હાલ મતગણતરીને લઈને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. દિલ્હીના કોંગ્રેસના હેડક્વાર્ટર પર પણ તૈયારીઓ કરવામાં આવી છે. તેના હેડક્વાર્ટરની બહાર એક તંબુ બાંધવામાં આવ્યું છે કે જ્યાં કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો આને INDIA ની જીત ગણાવી રહ્યા છે. પરતું આ સમયે જ કોંગ્રેસે તેના કાર્યકરોને આવતીકાલે મતગણતરીને લઈને સતર્ક રહેવા જણાવ્યું છે અને સાથે જ કોઈપણ પ્રકારની ગેરરીતિ થાય તો ફરિયાદ કરવા માટે નંબર જાહેર કર્યા છે.
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC)એ પરિપત્ર જાહેર કરીને કહ્યું છે કે, “હાલમાં આપણે સૌએ જોયું કે ભાજપના નેતાઓ અને તેમની સરકાર ચૂંટણી દરમિયાન લોકશાહી અને બંધારણની ગરિમાનું ઉલ્લંઘન કરે છે. તેથી આવતીકાલે મતગણતરી વખતે આપણે સતર્ક અને સાવધાન રહેવું પડશે. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, “દિલ્હીમાં કોંગ્રેસનું મોનિટરિંગ સેન્ટર 24 કલાક ખુલ્લું રહેશે. જો જનતાને લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે તો તે તેમના મોબાઈલમાં રેકોર્ડ કરો. અમે મોબાઈલ નંબર જાહેર કરી રહ્યા છીએ, તેના પર મતગણતરી કેન્દ્રનો નંબર અને લોકસભા મતવિસ્તારની માહિતી તરત જ મોકલો.
કોંગ્રેસે આ બે નંબર જાહેર કર્યા છે :
વિડીયો મોકલવા માટે : +91 7982839236
ફરિયાદ કરવા માટે : +91 9560822897
કોંગ્રેસે તેમના કાર્યકરોને વિનંતી કરી હતી કે ઘરે બેસીને ટીવી પર મતગણતરી જોવાના બદલે બહાર આવે અને લોકતંત્રની રક્ષા કરે. તેઓ કોંગ્રેસના કાર્યાલય અને રાજ્યના કાર્યાલયમાં જઈ આપણાં મતોની રક્ષા કરવામાં ફાળો આપે.