નેશનલ

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો વિશ્ર્વાસ: ખડગે

બેંગલુરુ: ઓલ ઈન્ડિયા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે હરિયાણામાં તેમની પાર્ટી એકલી સત્તા પર આવવા અંગે અને સહયોગી સહયોગી નેશનલ કોન્ફરન્સ સાથે મળીને જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. બંને વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.

ખડગેએ કહ્યું હતું કે, ‘અગાઉ પણ અમે કહ્યું હતું કે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસની સરકાર બનશે. જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ અને એનસી (નેશનલ કોન્ફરન્સ) ગઠબંધનની સરકાર બનશે અને હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે.
કેટલાક એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસ માટે સ્પષ્ટ બહુમતિની આગાહી કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથેના તેના જોડાણને આધાર આપ્યો છે, જેમાં પ્રાદેશિક ભાગીદાર સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે.

હરિયાણામાં પાંચમી ઓક્ટોબરે સિંગલ ફેઝમાં મતદાન થયું હતું, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 18 અને 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે એમ ત્રણ તબક્કામાં મતદાન થયું હતું.
જમ્મુ અને કાશ્મીરમાં 10 વર્ષના અંતરાલ પછી અને 2019માં રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજન પછી પહેલી ચૂંટણી યોજાઈ હતી.

કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી દ્વારા રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત વસતી ગણતરીની માંગણી અંગેના પ્રશ્ર્નના જવાબમાં ખડગેએ કહ્યું હતું કે, ‘અમે સંસદની ચૂંટણી વખતે પણ કહ્યું હતું કે તમામ રાજ્યોના મંતવ્યો લીધા પછી આગળની કાર્યવાહી કરવી પડશે.’

કર્ણાટકમાં જાતિ આધારિત વસ્તી ગણતરી તરીકે પણ ઓળખાતા બહુપ્રતીક્ષિત સામાજીક આર્થિક અને શિક્ષણ સર્વેક્ષણનો અહેવાલ લાગુ કરવામાં આવશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા, તેમણે જવાબ આપ્યો હતો કે આ મુદ્દે રાજ્યના નેતાઓને પુછો.

કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્ર્વરાએ રવિવારે કહ્યું હતું કે સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો અહેવાલ કેબિનેટ સમક્ષ મૂકવાનો નિર્ણય કર્યો છે, જ્યાં તેની ચર્ચા કરવામાં આવશે અને આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
કર્ણાટક સ્ટેટ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ તેના તત્કાલિન અધ્યક્ષ કે જયપ્રકાશ હેગડે હેઠળ 29 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને અહેવાલ સુપરત કર્યો હતો.

સમાજના અમુક વર્ગો અને સત્તાધારી કોંગ્રેસની અંદર પણ વાંધાઓ વચ્ચે આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
કર્ણાટકના બે વર્ચસ્વ ધરાવતા સમુદાયો – વોક્કાલિયાગ્સ અને લિંગાયત – સર્વેક્ષણ વિશે નારાજગી વ્યક્ત કરે છે, તેને ‘અવૈજ્ઞાનિક’ ગણાવી રહ્યા છે અને તેને નકારી કાઢવા અને નવેસરથી સર્વે કરાવવાની માંગણી કરી છે. (પીટીઆઈ)

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker